મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

પડતર પ્રશ્નો માટે લડત: મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ NHM કર્મચારીઓની આજે માસ સીએલ 


SHARE













પડતર પ્રશ્નો માટે લડત: મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ NHM કર્મચારીઓની આજે માસ સીએલ 

મોરબી જિલ્લા ના આરોગ્ય વિભાગ NHM કર્મચારીઓએ ગઇકાલે તેઓની પડતર માંગણીઓને લઇને આવેદન આપેલ હતુ અને આજે એક દિવસ માસ સીએલ અને ધરણા કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી

ગુજરાત રાજ્ય નેશનલ હેલ્થ મિશન યુનિયનના મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગના તમામ NHM કર્મચારીઓ પગાર વિસંગતતા સહિતની પડતર માંગણીઓ અન્વયે આજે તા ૧૯ ના રોજ એક દિવસ માસ સીએલ મૂકી ગાંધીનગર ખાતે ધરણા કરશે અને તેઓની પડતર માંગણીએ મુદે આંદોલન કરશે જેમા તેઓની પડતર માગણીની વાત કરીએ તો તા ૧૬/૦૩/૨૪ ના રોજ કરવામાં આવેલ પગાર વધારા ના પરિપત્ર માં NHM કર્મચારી ના બેઝ પે માં થયેલ વિસંગતા તાત્કાલિક દૂર કરવી, તા ૧૬/૦૩/૨૪ ના રોજ કરવામાં આવેલ પગાર વધારા ના પરિપત્ર માં ઇન્ક્રીમેન્ટ ૫% લેખે મળેલ છે તે વધારી ને ૧૫% કરવો તા ૧૫/૧૧/૧૮ તેમજ તા ૧૬/૦૩/૨૪ ના પરિપત્ર માં સિનિયોરિટી ને ધ્યાન માં લેવામાં આવેલ નથી તેનો અમલ કરવો, પ્રસુતિ ના રજા ૧૮૦ દિવસ ની મળે છે જેમાં ૯૦ દિવસ પગારી અને ૯૦ દિવસ બિનપગારી તો તેમાં સુધારો કરી ૧૮૦ દિવસ કરી આપવા, NHM કર્મચારી ને EPF લાભ આપવો, કોવિડ ૧૯ ના સમય ગળા દરમિયાન ૧૩૦ ના પગાર કરી આપવો, NHM કર્મચારી ને જિલ્લા બદલી કરી આપવો અને NHM કર્મચારીઓ ને મૃત્યુ સહાય પેઠે ૨ લાખ મળે છે જે વધારી ને ૧૦ લાખ કરી આપવાની માંગનો સમાવેશ થાય છે 




Latest News