મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ-શિક્ષકોએ વિધાનસભાની મુલાકાત લીધી
મોરબીના લીલાપર રોડે કમિશનરની હાજરીમાં ગેરકાયદે દબાણો ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું
SHARE









મોરબીના લીલાપર રોડે કમિશનરની હાજરીમાં ગેરકાયદે દબાણો ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું
મોરબીના લીલાપર રોડ ઉપર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો તોડવા માટે થઈને આજે કમિશનરની આગેવાની હેઠળ મહાપાલિકાની ટીમ પહોંચી હતી અને ત્યાં કરવામાં આવેલ ગેરકાયદે દબાણ ઉપર બુલડોજર ફેરવીને સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી હતી તેમજ ભવિષ્યમાં મોરબીના લીલાપર રોડ ઉપરથી રવાપર ગામ તરફ જવા માટેનો જે વજેપર પાછળનો રસ્તો છે તે ભવિષ્યમાં ડબલ પટ્ટીનો રોડ બનાવવામાં આવે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે.
મોરબી મહાપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારમાં રોડ રસ્તાની આજુબાજુમાં કરવામાં આવેલા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે અને દર બુધવારે કોઈ એક વિસ્તારમાં રોડની આસપાસના દબાણ દૂર કરવામાં આવતા હોય છે ત્યારે આજે મોરબીના લીલાપર રોડ ઉપર સ્મશાનની સામેના ભાગમાં જે ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા હતા ત્યાં મોરબીની મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે ની આગેવાની હેઠળ સમગ્ર ટીમ પહોચી હતી. અને બે બુલડોઝર સાથે ગેરકાયદેસર દબાણો તોડી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
લીલાપર રોડે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે રીતે ખડકી દેવામાં આવેલ દબાણ ઉપર સરકારી બુલડોઝર ફેરવીને તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા અને મોરબીના લીલાપર રોડ ઉપરથી વજેપર પાછળ થઈને રવાપર ગામ તરફ જવા માટેનો જે રસ્તો પસાર થાય છે તે રસ્તો ભવિષ્યમાં પહોળો બનાવવામાં આવે તેવું હાલમાં અધિકારી સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે અને આવી જ રીતે મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાં જે કોઈપણ રોડ સાઈડના દબાણો હશે તે તમામ દબાણોને તોડી પાડવા માટેની કામગીરી કરવામાં આવશે અને ત્યારબાદ જુદી જુદી સોસાયટીઓમાં આવેલા કોમન પ્લોટ અને સરકારી જમીન ઉપર જે દબાણ હશે તેના ઉપર પણ મહાપાલિકાની ટીમ દ્વારા બુલડોઝર ફેરવીને દબાણો તોડી પાડવામાં આવશે.
