મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી મહપાલિકાના કમિશનરની વિઝિટ બાદ આજે 20 જેટલા કાચા-પાકા દબાણો તોડી પડ્યા


SHARE



































મોરબી મહપાલિકાના કમિશનરની વિઝિટ બાદ આજે 20 જેટલા કાચા-પાકા દબાણો તોડી પડ્યા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રીલીફ નગર અને અરુણોદયનગર વચ્ચે જે સરકારી જમીન આવેલ છે ત્યાં મોટા પ્રમાણમાં દબાણો કરવામાં આવ્યા હતા અને મહાપાલિકાની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં દબાણ હટાવવા માટેની ઝુંબેશ ચાલી રહી છે તેવામાં આજે સવારે કમિશનર સહિતનો કાફલો સામાકાંઠા વિસ્તારમાં પહોંચ્યો હતો અને રોડની વચ્ચે થયેલા કાચા પાકા તમામ દબાણો ઉપર બુલડોઝર ફેરવીને તેને તોડી પાડવામાં આવ્યા હતા

મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ મહાપાલિકાના પ્રથમ કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા ખાસ કરીને રોડ સાઈડના તમામ દબાણને પ્રથમ દૂર કરવામાં આવ્યા હતા ત્યારબાદ હવે સોસાયટી વિસ્તારમાં સરકારી ખરાબાની જગ્યા ઉપર જ્યાં ક્યાં દબાણો થયેલ હોય તેને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં સોમવારે સવારે 8:00 વાગ્યામાં મોરબી મહાપાલીકાના કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતનો કાફલો રીલીફ નગર વિસ્તારમાં પહોંચ્યો હતો અને ત્યાં કમિશનર દ્વારા અધિકારીઓને સાથે રાખીને રોડ રસ્તાને ચેક કરવામાં આવ્યા હતા તેમજ રીલીફનગર તથા રુણોદયનગર વચ્ચે જે બે રોડ આવેલ છે તે બંનેની વચ્ચેના ભાગમાં સરકારી જગ્યા ઉપર મોટા પ્રમાણમાં દબાણો થયેલ હતા તે દબાણોને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સરકારી બુલડોઝર ફેરવીને અંદાજે 20 એક જેટલા નાના મોટા કાચા પાકા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા અને સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી છે વધુમાં અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ આગામી સમયમાં આવી જ રીતે સરકારી જમીન ઉપર ખડકાયેલા દબાણને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવશે.


















Latest News