મોરબી કલેક્ટર કચેરીમાં સમાન સિવિલ કોડ સમિતિએ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજી
હળવદના મથક ગામે અસામાજિક તત્વોએ કરેલ સરકારી જમીન ઉપરનું દબાણ પોલીસની હાજરીમાં તોડી પાડ્યું
SHARE








હળવદના મથક ગામે અસામાજિક તત્વોએ કરેલ સરકારી જમીન ઉપરનું દબાણ પોલીસની હાજરીમાં તોડી પાડ્યું
મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની સુચના અને ડીવાયએસપી સમીર સારડા પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ બુટલેગર અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હળવદ તાલુકાનાં મથક ગામની હદમાં રોહિત વાઘજીભાઇ પરમાર તથા ચતુર વાઘજીભાઇ પરમાર સામે ઈંગ્લીશ અને દેશી દારૂ તેમજ મારામારીના ગંભીર પ્રકારના ગુના નોંધાયેલ છે અને તે બંને ઈસમોએ સરકારી ગ્રામ પંચાયત હેઠળની જમીનમાં ગેરકાયદે પાકી ચાર દુકાનો તથા કેબીન બનાવેલ હતી જેથી કરીને જમીન ખાલી કરાવવા તલાટી મારફત નોટીસ ઈશ્યૂ કરાવી હતી અને બંને ઈસમોએ જાતેથી સરકારી જમીન ઉપર બનાવેલ દુકાનો અને કેબિન હટાવી જમીન ખાલી કરી આપેલ છે. જેથી આશરે 450 ચોરસ વાર સરકારી જમીન ખુલ્લી થયેલ છે.

