હળવદના મથક ગામે અસામાજિક તત્વોએ કરેલ સરકારી જમીન ઉપરનું દબાણ પોલીસની હાજરીમાં તોડી પાડ્યું
હળવદના ટીકર નજીક ગંજા વિસ્તારમાં અગરિયાઓના લાભાર્થે કેમ્પ યોજાયો
SHARE







હળવદના ટીકર નજીક ગંજા વિસ્તારમાં અગરિયાઓના લાભાર્થે કેમ્પ યોજાયો
મોબાઈલ હેલ્થ યુનિટ- ટીકર (રણ) દ્વારા ટીકર નજીકના ગંજા અને અગર વિસ્તારનાં પ્રજાજનો માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં માર્ગદર્શન હેઠળ અને અગરિયા હિત રક્ષક મંચનાં સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિનામૂલ્યે સારવાર તથા દવાઓ આપવામાં આવી હતી અને દર્દીઓ માટે બીપીની તપાસ, સુગરની તપાસ, પ્રસુતિની તપાસ, શરીરના તાપમાનની તપાસ, હૃદયના ધબકારાની તપાસ તેમજ હિમોગ્લોબીનની તપાસ પણ કરવામાં આવી હતી. આ કેમ્પમાં ૧૭૨ જેટલા અગરીયા ભાઈ- બહેનોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં અનુભવી ફીજીસિયન ડોકટરોની ટીમ દ્વારા દર્દીની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ માર્ગદર્શન તેમજ સેવા આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવામાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચીંતન દોશી તેમજ ડો. જેનીશ ઝાલરીયા, કાજલબેન ભડાણીયા, વિપુલભાઈ જોષી, રાહુલભાઈ લોખિલ, મીનાક્ષીબેન કણજારિયા અને અગરિયા હિત રક્ષક મંચ મારૂતસિંહ બારૈયાએ વિશેષ સહયોગ આપ્યો હતો.

