હળવદના ટીકર નજીક ગંજા વિસ્તારમાં અગરિયાઓના લાભાર્થે કેમ્પ યોજાયો
મોરબીની ગોર ખીજડીયા ગ્રામ પંચાયત ટીબી મુક્ત: સરપંચનું કરાયું સન્માન
SHARE
મોરબીની ગોર ખીજડીયા ગ્રામ પંચાયત ટીબી મુક્ત: સરપંચનું કરાયું સન્માન
મોરબીના નવલખી રોડે આવેલ ગોર ખીજડીયા ગામને તા. ૨૪ માર્ચ એટલે કે ટીબી દિવસે ટીબી મુક્ત ગ્રામ પંચાયત તરીકે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સન્માનિત કરવામાં આવી છે અને ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયાનું આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલેખનીય છેકે, ટીબી મુક્ત ભારત બનાવવા માટે થઈને સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને ટીબીના દર્દીઓને સારવાર મળે તેના માટેની તમામ વ્યવસ્થા પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે.