મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

હળવદ, મોરબી અને વાંકાનેરમાં દારૂની રેડ: 61 બોટલ દારૂ-7 બીયરના ટીન સાથે પાંચ શખ્સની ધરપકડ


SHARE



































હળવદ, મોરબી અને વાંકાનેરમાં દારૂની રેડ: 61 બોટલ દારૂ-7 બીયરના ટીન સાથે પાંચ શખ્સની ધરપકડ

હળવદ તાલુકાના સુંદરગઢ ગામે બ્રાહ્મણી નદીના પુલ પાસેથી ઓટોરિક્ષા પસાર થઈ રહી હતી જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી 53 બોટલ દારૂ મળી આવતા પોલીસે દારૂ અને રીક્ષા સહિત 1.79 લાખ થી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ત્રણ શખ્સોની ધરપકડ કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે સુંદરગઢ ગામે બ્રાહ્મણી નદીના પુલ પાસેથી ઓટો રિક્ષા નંબર જીજે 13 એવી 6889 પસાર થઈ રહી હતી જે ઓટો રીક્ષાને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તે રિક્ષામાંથી 53 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી 29,786 ની કિંમત નો દારૂ તથા દોઢ લાખ રૂપિયાની કિમતને રીક્ષા આમ કુલ મળીને 1,79,786 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને રીક્ષામાં બેઠેલા આરોપી અફઝલભાઇ રસિકભાઈ શેખ (21) રહે. રેલવે સ્ટેશનની બહાર ધાંગધ્રા, જાવીદભાઈ અકબરભાઈ બેલીમ (26) રહે. મફતીયાપરા ધાંગધ્રા અને બશીરભાઇ ગુલમહમદભાઇ હિંગળોજા (45) રહે. વાણીયા શેરી ધાંગધ્રા વાળાની ધરપકડ કરી હતી આ ત્રણેય શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેઓની પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે

બીયરના સાત ટીન સાથે એક પકડાયો

વાંકાનેર શહેરમાં ગાયત્રી મંદિર રોડ ઉપર આવેલ ભંગારના ડેલા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી બિયરના સાત ટીન વાળી આવતા પોલીસે 780 ની કિંમતનો બીયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સંજયભાઈ ધીરુભાઈ કુણપરા (42) રહે. આરોગ્ય નગર ગાયત્રી મંદિર પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે આ બિયરનો જથ્થો કુલદીપની ઉર્ફે ટીકો ધર્મેન્દ્રસિંહ ઝાલા રહે આરોગ્યનગર વાંકાનેર વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા હાલમાં બંને શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

8 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં પાણીના ટાંકા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની આઠ બોટલો મળી આવી હતી જેથી પોલીસે 6,269 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અરમાનભાઈ ઉર્ફે ભાનો ઈકબાલભાઈ જુનેજા (21) રહે. રણછોડનગર પાણીના ટાંકા પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે


















Latest News