મોરબીના રામગઢ(કોયલી) ગામેથી સગીરાનું અપહરણ કરનાર પકડાયો, જેલ હવાલે માળીયા મીંયાણાની દેવસોલ્ટ કંપની દ્વારા બાળકો સાથે રાષ્ટ્રીય પર્વની ખુશી વહેંચવામાં આવી ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાંથી 11.81 લાખનો દારૂ પકડાવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ: ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર મોરબીમાં હાથ ઉછીની રકમ પરત નહીં આપવાના કેસમાં કોર્ટે રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ મોરબી મનપાની ટીમે છેલ્લા એક અઠવાડીયામાં 92 જેટલા રઝડતા ઢોર ઝડપાયા મોરબીના સિરામિક ઉદ્યોગને નવી ટેકનૉલોજિ અને દિશા આપશે ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026: હરેશભાઈ બોપલિયા મોરબીની આયુષ હોસ્પિટલમાં 90 વર્ષના દર્દીની સફળ સારવાર કરીને નવજીવન આપ્યું ગુજરાતથી કેરળ સુધી ૬,૫૦૦ કિમીની સાયકલ યાત્રા ૩૦ જાન્યુઆરીએ મોરબી જિલ્લાના સરવડ ગામે પહોંચશે
Breaking news
Morbi Today

મોરબીમાં માવતરે વાત કરવાની પતિએ ના પાડતાં પત્નીએ અનંતની વાટ પકડી


SHARE











મોરબીમાં માવતરે વાત કરવાની પતિએ ના પાડતાં પત્નીએ અનંતની વાટ પકડી

મોરબીમાં આવેલ શિવપાર્કમાં રહેતી પરણીતાના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેને માવતરે આવરો જોવારો હતો દરમિયાન તે મહિલા તેની માતા સાથે વાત કરતી હતી જેથી કરીને તે મહિલાને તેના પતિએ માવતરમાં વાત નહીં કરવા માટે ઠપકો આપ્યો હતો જે બાબતે તેને લાગી આવતા પરણીતાએ પોતાના ઘરની અંદર ચુંદડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની મૃતક મહિલાના પતિબી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી. જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીમાં ઉમા ટાઉનશિપની પાછળના ભાગમાં આવેલ શિવપાર્ક સોસાયટીમાં રહેતા ચેતનભાઇ કાળુભાઈ જેજરીયા (26)ના પત્ની આશાબેન ચેતનભાઇ જેજરીયા (19)એ પોતે પોતાના ઘરની અંદર ચુંદડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક મહિલાના પતિ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તે મહિલાને માવતરે આવરો જાવરો ન હોય જેથી મૃતક મહિલા તેના માતા સાથે વાત કરતી હતી માટે મહિલાને તેના પતિએ માવતરમાં વાત નહીં કરવા માટે થઈને ઠપકો આપ્યો હતો જે બાબતે તેને લાગી આવતા મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધા છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News