મોરબીમાં વ્યાજે લીધેલ 10 લાખની સામે યુવાને 25.13 લાખ ચુકવ્યા તો પણ વ્યાજ-મૂડીની પઠાણી ઉઘરાણી કરનાર બે સામે ફરિયાદ
SHARE
મોરબીમાં વ્યાજે લીધેલ 10 લાખની સામે યુવાને 25.13 લાખ ચુકવ્યા તો પણ વ્યાજ-મૂડીની પઠાણી ઉઘરાણી કરનાર બે સામે ફરિયાદ
રાજકોટનો રહેવાસી યુવાન ઈમ્પોર્ટ એક્સપોર્ટનું કામકાજ કરતો હોય તેને રૂપિયાની જરૂર હતી જેથી કરીને તેણે બે વ્યક્તિ પાસેથી દસ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને અલગ અલગ સમયે રોકડ, ગૂગલ પે, નેટ બેન્કિંગ અને આંગડિયા મારફતે યુવાને 25,13,500 ની રકમ ચૂકવી દીધી છે તેમ છતાં પણ યુવાન પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને તેને ફોન કરીને ગાળો આપીને ધમકીઓ આપવામાં આવતી હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં યુનિવર્સિટી રોડ ઉપર ટીએન રાવ કોલેજ નજીક આવેલ નંદભૂમિ એપાર્ટમેન્ટ ફલેટ નંબર 504 માં રહેતા અને ઈમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરતા વિકાસભાઈ ધરમશીભાઈ સાદરીયા (29)એ હાલમાં સુનિલ પ્રેમજીભાઈ દલસાણીયા રહે. રવાપર રોડ મોરબી તથા વિપુલભાઈ સાવસેટા નામના બે વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, અગાઉ તેને રૂપિયાની જરૂર હોય તેને આરોપીઓ પાસેથી દસ લાખ રૂપિયા લીધા હતા જેની સામે ફરિયાદી યુવાને અલગ અલગ સમયે રોકડેથી, ગુગલ પે, નેટ બેન્કિંગ અને આંગડિયા મારફતે 25,13,500 જેવી રકમ આરોપીઓને ચૂકવી દીધી છે અને આ બંને આરોપીઓએ ફરિયાદી યુવાન પાસેથી ત્રણ ત્રણ કોરા ચેક પણ લીધેલ છે અને હજુ પણ તેની પાસેથી વ્યાજ અને મૂળીની રકમની ઉઘરાણી કરવામાં આવી રહી છે અને વ્યાજ ન આપે તો તેને ફોન ઉપર ગાળો આપીને ધમકીઓ આપવામાં આવે છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે