મોરબી : સેન્સો ચોકડી નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
SHARE
મોરબી : સેન્સો ચોકડી નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
મોરબી તાલુકાની સેન્સ ચોકડી નજીક રસ્તા ઉપરથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેના બાઈકને સામેથી ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને માથામાં ગંભીર ઇજા થયેલ હતી અને તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ ટ્રક ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં સેન્સો ચોકડી પાસે શીવાભાઈની રૂમમાં ભાડેથી રહેતા રાજેશભાઈ કમલસિંગ જાટવ (42)એ ટ્રક નંબર આરજે 07 જીઇ 2827 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ હતુ કે, સેન્સો ચોકડીથી સરતાનપર ચોકડી વચ્ચેના રસ્તા ઉપરથી તેનો દીકરો જીતુ રાજેશભાઈ જાટવ (19) બાઇક નંબર જીજે 36 કયું 9863 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે સામેથી તે બાઈકને હડફેટે લીધું હતું અને અકસ્માત સર્જ્યો હતો જે બનાવમાં ફરિયાદીના દીકરાને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે