મોરબી : સેન્સો ચોકડી નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
હળવદની સરા ચોકડીએ ટ્રક ચાલકે હડફેટે લેતા રસ્તો ઓળંગતા યુવાનનું મોત
SHARE
હળવદની સરા ચોકડીએ ટ્રક ચાલકે હડફેટે લેતા રસ્તો ઓળંગતા યુવાનનું મોત
હળવદની સરા ચોકડી પાસે ધાંગધ્રા હાઈવે રોડ ઉપર રસ્તો ઓળંગતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને ટ્રક ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાશી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ મહીસાગર જિલ્લાના રહેવાસી અને હાલમાં ગુણાતીતપુરા ગામની સીમમાં તુલસીભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સતીશકુમાર લાલાભાઇ પટેલિયા (22)એ ટ્રક નંબર જીજે 12 બીઝેડ 4409 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના કાકા રાકેશભાઈ સોમાભાઈ પટેલિયા અને કાકી મીનાબેન બંને ગુણાતીતપુરા ગામથી વતન ડોળી લીમડા જવા માટે થઈને નીકળ્યા હતા અને બંને ભચાઉથી ભુજ દાહોદ વાડી બસમાં બેઠા હતા દરમિયાન હળવદની ક્રિષ્ના હોટલે બસ ઉભી હતી અને રાકેશભાઈ ત્યાંથી નીકળીને ચાલીને હળવદની સરા ચોકડી પાસે જૂની એસબીઆઇ બેન્ક પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન ટ્રક ચાલકે તેઓને હડફેટે લીધા હતા અને અકસ્માત કર્યો હતો જેમાં ફરિયાદીના કાકાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાના હવાલા વાળો વાહન લઇને સ્થળ ઉપરથી નાશી ગયેલ હોય હાલમાં મૃતકના ભત્રીજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.