હળવદની સરા ચોકડીએ ટ્રક ચાલકે હડફેટે લેતા રસ્તો ઓળંગતા યુવાનનું મોત
મોરબીના રફાળેશ્વર પાસે હોટલના રૂમમાં પરિણીતા સાથે કરાયેલ સામૂહિક દુષ્કર્મના ગુનામાં એક આરોપીની ધરપકડ
SHARE
મોરબીના રફાળેશ્વર પાસે હોટલના રૂમમાં પરિણીતા સાથે કરાયેલ સામૂહિક દુષ્કર્મના ગુનામાં એક આરોપીની ધરપકડ
રાજકોટમાં રહેતી પરિણીતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ કરેલ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને હાલમાં આ ગુનામાં તાલુકા પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં રહેતી પરિણીતાએ જયદીપ જેરામભાઇ ડાભી રહે. ભડિયાદ અને મિતેશભાઈ ભટ્ટ રહે. વીરપર વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધવાલે હતી જેમાં જણાવ્યુ હતું કે, વાંકાનેર હાઇવે રોડ ઉપર રફાળેશ્વર પાસે આવેલ હોટલના રૂમમાં ગત તા. 18/11/22 થી માર્ચ 2024 દરમિયાન કોલ્ડ્રીંકમાં કંઈક પીવડાવીને બેભાન કર્યા બાદ હોટલના રૂમમાં ફરિયાદી મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો અને બળાત્કાર કર્યો હતો અને ફરિયાદી સાથે જયદીપ ડાભીએ અવારનવાર ફોટો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને તેમજ તેની દીકરીને ઉપાડી જવાની ધમકી આપીને બ્લેકમેલ કરીને શરીર સંબંધ બાંધ્યો હતો અને મારકુટ કરી હતી અને બળાત્કાર કર્યો છે જેથી કરીને આ બનાવ સંદર્ભે મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનાની તપાસ કરી રહેલ પીઆઈ એસ.કે.ચારેલ દ્વારા આરોપી જયદીપ જેરામભાઈ ડાભી (37) રહે. ભડીયાદ કાંટા પાસે મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટેની તજવી શરૂ કરેલ છે.