મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર અને ઘર પાસેથી બાઈકની ચોરીન ગુનામાં પોલીસે ચોરાઉ મુદામાલ સાથે આરોપીને દબોચ્યો મોરબીમાં નવયુગ ગ્રૂપે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓનું હર્ષ અને ઉમંગથી કર્યું સ્વાગત મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

એક વખત વાવો અને 40 વર્ષ સુધી લણો: મોરબીના ફડસર ગામે ખેડૂતે રૂટિન ખેતીને ત્યજીને શરૂ કરી વાંસની ખેતી


SHARE











એક વખત વાવો અને 40 વર્ષ સુધી લણો: મોરબીના ફડસર ગામે ખેડૂતે રૂટિન ખેતીને ત્યજીને શરૂ કરી વાંસની ખેતી

મોરબી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કપાસ, મગફળી, ઘઉં વગેરે જેવા પાકની ખેતી કરતા હોય છે પરંતુ તેમાં જે વળતર મળે તેના કરતાં વધુ ળતર મળે તેના માટે ઘણા ખેડૂતો પોતાના ખેતરની અંદર નવતર પ્રયોગ કરતા હોય છે તેવી જ રીતે મોરબી તાલુકાના ફડસર ગામના ખેડૂતે પોતાના ખેતરમાં રૂટીન ખેતીને ત્યજીને વાંસની ખેતી શરૂ કરી છે અને તેમાં બમણી આવક થશે તેવી તેને હાલમાં આશા બંધાણી છે.

સામાન્ય રીતે ખેડૂતો સિંચાઈની કોઈ વ્યવસ્થા ન હોય તો માત્ર ચોમાસામાં એક જ ખેતીનો પાક લઈ શકતા હોય છે અને તેમાં પણ જો વરસાદ વધારે પડે અથવા તો ઓછો પડે તો ખેડૂતોને આખું વર્ષ નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે મોરબી જિલ્લામાં કેટલા ખેડૂતોએ સિંચાઈની કોઈ વ્યવસ્થા નથી ત્યાં નવતર પ્રયોગો કર્યા છે અને તેમાં સફળતા મળી હોય તેવું જોવા મળ્યું છે તેવા સમયે મોરબી તાલુકાના ફડસર ગામે 12 વીઘા જેટલી ખેતીની જમીન ધરાવતા મૂળ ખાનપર ગામના રહેવાસી ખંતીલભાઈ ભીમાણી દ્વારા 8 વીઘા જમીનમાં વાંસની ખેતી કરવામાં આવી છે અને હાલમાં તેઓના ખેતરની અંદર 20 ફૂટ કરતા ઊંચા વાંસના ઝાડ જોવા મળી રહ્યા છે અને તેમને વાંસની ખેતીમાં કરવા માટે વિઘે જે ખર્ચ કર્યો છે તેના કરતાં બમણી આવક આગામી સમયમાં થશે તેવું તેમને હાલમાં દેખાઈ રહ્યું છે

પ્રગતિશીલ ખેડૂત ખંતીલભાઈ ભીમાણીના કહેવા મુજબ તેઓએ એક રોપાના 55 રૂપિયાના લેખે 1200 જેટલા વાંસના રોપા લીધા હતા તે ઉપરાંત મલેશિયન લીમડાના પણ તેટલા જ છોડ લીધા હતા અને હાલમાં તેઓએ આઠ વીઘામાં વાંસનું વાવેતર કર્યું છે અને ચાર વીઘામાં મલેશિયન લીમડા તેમજ કેટલાક અન્ય ળાઝાડનું પણ વાવેતર કર્યું હતું અને તેઓને વર્ષે વીઘે પાંચથી દસ હજાર જેટલો ખર્ચો અત્યારે લાગે છે જોકે ચોથા વર્ષથી વાંસની ખેતીમાં કટીંગ શરૂ કરવામાં આવતું હોય છે જેથી આગામી વર્ષથી એક વીઘે 35 થી 40 હજારની આવક તેઓને થશે અને આ વાંસની ખેતી માટે એક વખત વાવેતર કર્યા બાદ 40 વર્ષ સુધી તેમાં બીજા કોઈપણ પ્રકારના ખર્ચ વગર આવક મળતી રહે છે અને ન માત્ર આટલી જ આવક પરંતુ દર વર્ષે તે આવકમાં વધારો પણ થતો હોય છે

મોરબી સહિત ગુજરાતના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં દરિયાકાંઠાના કારણે ખારાશ વાળી જમીન હોય છે અને ત્યાં રૂટિન ખેતીનો પાક લઈ શકાતો નથી અને જો રૂટીન ખેતી કરવા માટે ખેડૂતો દ્વારા પ્રયત્ન અને ખર્ચા કરવામાં આવે તો તે પડ્યા ઉપર પાટુ સમાન સાબિત થાય છે ત્યારે જો કોઈપણ પ્રકારના ખાતર કે દવાનો ઉપયોગ કર્યા વગર આ રીતે ઓછા ખર્ચ અને ઓછી મહેનતે વાંસની ખેતી કરવામાં આવે તો લાંબા ગાળે રૂટીન ખેતી કરતા વાર્ષિક બમણી આવક જોવા મળે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News