એક વખત વાવો અને 40 વર્ષ સુધી લણો: મોરબીના ફડસર ગામે ખેડૂતે રૂટિન ખેતીને ત્યજીને શરૂ કરી વાંસની ખેતી
ટંકારાના મહેન્દ્રપુર ગામનું ગૌરવ : મિથુનભાઈ વાલજીભાઈ રાણવાએ મેળવી એમબીબીએસની ડીગ્રી
SHARE
ટંકારાના મહેન્દ્રપુર ગામનું ગૌરવ : મિથુનભાઈ વાલજીભાઈ રાણવાએ મેળવી એમબીબીએસની ડીગ્રી
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મહેન્દ્રપુર ગામે રહેતા પરિવારના પુત્રએ અથાગ પરિશ્રમ કરીને અઘરી ગણાતી એમબીબીએસ ની ડિગ્રી પ્રાપ્ત કરી છે અને સમગ્ર ટંકારા તાલુકો અને રાણવા પરિવારનું નામ રોશન કર્યું છે.મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા મહેન્દ્રપુર ગામે રહેતા વાલજીભાઈ રાણવાના પુત્ર મિથુન રાણવાએ અથાગ પ્રયત્ન કરીને એમબીબીએસની પરીક્ષા આપી હતી અને જેમાં સફળતા મેળવીને મહેન્દ્રપુર ગામ જ નહીં પરંતુ ટંકારા તાલુકા અને સમગ્ર રાણવા પરિવારનું ગૌરવ વધાર્યું છે.ત્યારે મોરબીના જાણીતા એડવોકેટ અંકિતભાઈ વાલેરા દ્વારા ડોક્ટર મિથુનભાઈ રાણવાને શુભેચ્છાઓ આપવામાં આવી હતી.