ટંકારાના મહેન્દ્રપુર ગામનું ગૌરવ : મિથુનભાઈ વાલજીભાઈ રાણવાએ મેળવી એમબીબીએસની ડીગ્રી
હળવદમાં દારૂ-મારામારીના ગુનામાં સંડોવાયેલ બે શખ્સની સરકારી જમીન ઉપર બનાવેલ 4 દુકાન તોડી પાડી
SHARE






હળવદમાં દારૂ-મારામારીના ગુનામાં સંડોવાયેલ બે શખ્સની સરકારી જમીન ઉપર બનાવેલ 4 દુકાન તોડી પાડી
મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની સુચના અને ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ હળવદના પીઆઇ આર.ટી. વ્યાસ અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં હળવદના રાણેકપર ગામે રહેતા નવઘણ ગણેશભાઈ ઉડેચા તથા રાજુ નવઘણભાઇ ઉડેચા સામે ઈંગ્લીશ તથા દેશી દારૂના અને મારામારીના ગંભીર પ્રકારના ગુના નોંધાયેલ છે અને હળવદ પાલિકા હેઠળની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે પાકી ચાર દુકાનો બનાવેલ હતી જેથી કરીને મામલતદાર મારફત નોટીસ ઈશ્યૂ કરાવી હતી અને ત્યાર બાદ સરકારી જમીન પર બનાવેલ દુકાનો હટાવી સરકારી જમીન ખાલી કરાવેલ છે. અને આ ડિમોલેશન કરીને આશરે 450 ચોરસ વાર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ છે.

