હળવદમાં દારૂ-મારામારીના ગુનામાં સંડોવાયેલ બે શખ્સની સરકારી જમીન ઉપર બનાવેલ 4 દુકાન તોડી પાડી
મોરબીમાં ફ્રેન્ચાઇઝી દેવાનું કહીને 28.03 લાખની છેતરપિંડીના ગુનામાં એકની ધરપકડ
SHARE






મોરબીમાં ફ્રેન્ચાઇઝી દેવાનું કહીને 28.03 લાખની છેતરપિંડીના ગુનામાં એકની ધરપકડ
મોરબીમાં રહેતા યુવાનને ZUDIO (ગાર્મેન્ટ પ્રોડકટ) કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લોભામણી લાલચ આપીને વિશ્વાસમાં લેવામાં આવેલ હતો અને ત્યારબાદ તેની પાસેથી જુદાજુદા બેંક એકાઉન્ટમાં કુલ મળીને 28.03 લાખ રૂપિયા જમા કરાવવામાં આવેલ હતા.જો કે તે યુવાનને કોઈ ફ્રેન્ચાઇઝી આપવામાં આવેલ ન હતી અને રૂપિયા પણ પાછા આપેલ નહી.જેથી કરીને યુવાને ત્રણ મોબાઈલ નંબર અને બે બેંક એકાઉન્ટના ધારકોની સામે વિશ્વાસધાત અને છેતરપીંડીની ફરિયાદ મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી.જેમાં પોલીસે એક ઇસમની ધરપકડ કરેલ છે.
વધુમાં પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ વાઘપરા શેરી નંબર-6 માં રહેતા હિરેનભાઇ મહેન્દ્રભાઇ પુજારા (37) એ ત્રણ માસ પહેલા મોબાઇલ નંબર 89613 51994, 89813 62249 અને 96798 96521 ના ધારક તેમજ સેંન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના બેંક એકાઉન્ટ નંબર 5629903650 તેમજ યુકો બેંક એકાઉન્ટ નંબર 6820110053614 ના ધારક સામે વિશ્વાસધાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.જેમાં જણાવ્યુ હતુ કે, ગત તા.19/9/24 થી 23/20/24 દરમ્યાન મોરબીના મકનસર ગામે આવેલ બેંક ઓફ બરોડાની બ્રાન્ચ ખાતે આરોપીઓએ કાવતરું કરીને ફરીયાદીને વિશ્વાસમાં લીધેલ હતો અને તેને ZUDIO કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લોભામણી લાલચ આપી હતી અને ત્યાર બાદ ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવીને તેની પાસેથી અલગ અલગ તારીખે આરોપીઓના જુદા-જુદા બેંક એકાઉન્ટમાં રૂા.28,03,500 નું રોકાણ કરાવ્યુ હતું.જોકે આરોપીઓએ ફરીયાદને કોઇ ફ્રેન્ચાઇઝી આપેલ નહીં તેમજ તેણે આપેલા રૂપિયા પણ પાછા આપેલ નહીં.જેથી કરીને આરોપીઓએ ફરીયાદી સાથે વિશ્વાસધાત-છેતરપીંડી કરી હોવાની યુવાને મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે BNS કલમ 316(2), 318(4) 319(2), 61(2) તથા આઇટી એકટ કલમ 66 (સી), 66 (ડી) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.હાલમાં સાઇબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ કે.કે.દરબાર તથા સ્ટાફ દ્વારા મળેલ બાતમીને આધારે ઉપરોક્ત ગુનામાં રીતુઆનંદ પરમેશ્વરપ્રસાદસિંગ આનંદ (ઉંમર 24) મૂળ રહે.મારપા તા.જી. ગોડા ઝારખંડ હાલ રહે.આનંદપુરમ કોહકા ભિલાઈ તા.જી. દુર્ગ છત્તીસગઢ ની તા.24-3 ના રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ધરપકડ કરી હતી અને હાલ આરોપીના રીમાંડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરવાની પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

