મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી: કેપેક્સિલના ચેરમેન નિલેષભાઇ જેતપરીયાને સિરામિક એસો.ના પ્રમુખોએ પાઠવી શુભકામના મોરબી જિલ્લામાં કોઠી પીએચસીને NQAS પ્રમાણપત્ર એનાયત માળીયાના મોટી બરાર ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું મોરબી જીલ્લામાં દારૂ, ડ્રગ્સ, ગાંજો વિગેરે દુષણ ડામવા કોંગ્રેસની માંગ: જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આપ્યું આવેદનપત્ર પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ડીડીઓની હાજરીમાં ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો


SHARE















મોરબીમાં ડીડીઓની હાજરીમાં ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો

અટલ સ્વાન્ત: સુખાય યોજનાઅંતર્ગત ગર્ભ સંસ્કાર  એટલે આવનાર બાળકના ગુણોને પાયામાંથી શીખ આપવી. આપણા શાસ્ત્રોમાં ૧૬ સંસ્કારની વાત કરવામાં આવી છે. તેમાનો એક સંસ્કાર એટલે ગર્ભ સંસ્કારમોરબીના ડીડીઓ જે.એસ.પ્રજાપતિનાં માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્ત: સુખાય યોજનાઅંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરુ કરવામાં આવ્યો છે.

મોરબી ઘટક-૧ દ્વારા ગાયત્રી પ્રેરણા મંદિર મોરબી ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ અનુસંધાને ગર્ભ સંસ્કાર વિધિમાં ૪૦ સગર્ભા બહેનોએ ભાગ લીધો હતો. મોરબી ઘટક-૨ દ્વારા ગાયત્રી ચેતના કેન્દ્ર મોરબી ખાતે ગર્ભ સંસ્કાર માટે બીજા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ અન્વયે ગર્ભ સંસ્કાર વિધિમાં ૪૦ સગર્ભા બહેનોએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી સગર્ભા મહિલાઓને ગર્ભ સંસ્કાર બાબતે અમુલ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તેમજ આઈ.સી.ડીસ.એસના તમામ સ્ટાફ ઉપસ્થિત રહી સગર્ભા બહેનોને પોષણ અને આરોગ્ય બાબતે સૂચનો આપ્યા હતા.   કાર્યક્રમમાં સર્ગભા બહેનોને દાતા દ્વારા પૌષ્ટિક કીટ ( સુખડી, કીવી, ખજુર,દાળિયા)નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું .






Latest News