મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં કૌટુંબિક ભાઈ સાથેની અદાવતનો ખાર રાખીને યુવાનને છરી, પાઇપ, ધોકાથી પાંચ શખ્સોએ મારમાર્યો


SHARE



































મોરબીમાં કૌટુંબિક ભાઈ સાથેની અદાવતનો ખાર રાખીને યુવાનને છરી, પાઇપ, ધોકાથી પાંચ શખ્સોએ મારમાર્યો

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ન્યુ જનક સોસાયટીના નાકા પાસે યુવાનના કૌટુંબિક ભાઈ સાથે અગાઉ થયેલ અદાવતનો ખાર રાખીને પાંચ શખ્સો દ્વારા ધોકા, પાઇપ તથા છરીનો ઘા મારીને ઇજાઓ કરવામાં આવી હતી અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર ગીતા મિલ સામે આવેલ ન્યુ જનક સોસાયટી શેરી નં-3 ત્રણ મકાન નં- 67 માં રહેતા ઈરફાન મોહમદભાઈ પરમાર (22)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સિકંદર રહે. વીસીપરા મોરબી, લાલો રહે. પંચાસર રોડ મોરબી, વિશાલ કોળી રહે. કાલિકા મોરબી, રેનિસ પાયક રહે. લાતી પ્લોટ મોરબી અને અકરમ શાહમદાર રહે. મકરાણીવાસ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેના કૌટુંબિક ભાઈ શાહરૂખ સાથે અગાઉ થયેલ અદાવતનો ખાર રાખીને આરોપીઓ જુદા જુદા બાઇક લઈને ફરિયાદી યુવાન પાસે આવ્યા હતા અને તેના કૌટુંબીક ભાઈ શાહરૂખ વિશે પૂછ્યું હતું ત્યારે બોલાચાલી થઈ હતી અને ત્યારે સિકંદર, લાલા અને વિશાલે યુવાનને બળજબરીથી બાઈક ઉપર બેસાડ્યો હતો અને ત્યારબાદ પંચાસર રોડ ઉપર આવેલા લાલાની દુકાન પાસે લઈ ગયા હતા અને ત્યાં વિશાલ કોળીએ લોખંડનો પાઇપ ફરિયાદીને માથામાં માર્યો હતો જ્યારે લાલાએ તેના પાસે રહેલ છરી ફરિયાદી યુવાનને ડાબા હાથની કોણી પાસે મારી હતી અને બાકીના આરોપીઓએ ફરિયાદીને લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને ગાળો આપીને જબથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.


















Latest News