મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ટંકારા-મોરબી તાલુકામાં દારૂની બે રેડ: 7 બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા


SHARE



































ટંકારા-મોરબી તાલુકામાં દારૂની બે રેડ: 7 બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા

ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં આવેલ મોરલા વાડીએ તેમજ મોરબીના નવલખી રોડે આવેલ ખાખરાળા નજીક દારૂની બે રેડ કરી હતી જેમાં કુલ મળીને 7 બોટલ દારૂ સાથે પોલીસે બે શખ્સોની ધરપકડ કરેલ છે અને સ્થાનિક પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં આવેલ મોરલા વાડી વાડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની પાંચ બોટલો મળી આવી હતી જેથી પોલીસે 2810 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુ કનકસિંહ ઝાલા (38) રહે. શક્તિ માતાજીના મંદિર પાછળ નેકનામ ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

જયારે મોરબી તાલુકાના ખાખરાળા ગામની સીમમાંથી પીપળીયા રોડ ઉપર નકલંક ફાટક પાસેથી રિક્ષા પસાર થઈ રહી હતો તે રીક્ષા નંબર જીજે 10 ટીઝેડ 7692 રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1,122 ની કિંમતની દારૂની બોટલો તથા એક લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને 1,01,122 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી હુસેનભાઇ હાજીભાઈ જામ (35) રહે. જોન્સનગર શેરી નં-11 લાતી પ્લોટ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


















Latest News