મોરબીમાં મીત્ર સાથે છેતરપીંડીના ગુનામાં બે આરોપીને નિર્દોષ છોડવા કોર્ટનો હુકમ
ટંકારાના નાના ખીજડીયા ગામે રહેતા યુવાને કેસ કરવાયો હોવાની શંકા આધારે દંપતિને મહિલા સહિત પાંચ લોકોએ મારમાર્યો
SHARE






ટંકારાના નાના ખીજડીયા ગામે રહેતા યુવાને કેસ કરવાયો હોવાની શંકા આધારે દંપતિને મહિલા સહિત પાંચ લોકોએ મારમાર્યો
ટંકારાના નાના ખીજડીયા ગામે રહેતા યુવાને અગાઉ મોરબીમાં આરોપીના મામા સામે કેસ થયેલ હતો તે કેસ તેને કરવ્યો છે તેવી શંકા રાખીને યુવાન અને તેની પત્નીને મહિલા સહિત કુલ પાંચ શખ્સો દ્વારા ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો, ગાળો આપવામાં આવી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ફરિયાદી યુવાને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે તેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા ભરતભાઈ મનસુખભાઈ ગોહિલ (24)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હિમેશ નરોતમભાઈ ચૌહાણ, હિરેન પરસોતમભાઈ ચૌહાણ, ગૌરવ આલજીભાઈ ચૌહાણ, નરોત્તમભાઈ વાઘજીભાઈ ચૌહાણ અને ગૌરીબેન નરોતમભાઈ ચૌહાણ રહે બધા નાના ખીજડીયા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, હિમેશ ચૌહાણના મામા ઉપર અગાઉ મોરબીમાં કેસ થયેલ છે જે કેસ ફરિયાદી યુવાને કરાવેલ છે તેવી શંકા રાખીને હિમેશ, હિરેન અને ગૌરવ દ્વારા ફરિયાદી યુવાનને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને ડાબા હાથ, કમર, મોઢા અને માથામાં માર મારીને ઇજાઓ કરી હતી ત્યારબાદ નરોતમભાઈ ચૌહાણ અને ગૌરીબેન ચૌહાણ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી યુવાનને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો તેમજ ફરિયાદીના પત્નીને ગૌરીબેને વાળ પકડીને નીચે પછાડી દીધા હતા આમ મહિલા સહિત પાંચેય વ્યક્તિઓ દ્વારા યુવાન અને તેની પત્નીને માર મારવામાં આવ્યો હતો તેમજ ફરિયાદી યુવાનને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાન ફીનાઇલ પી જતા તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

