મોરબીના પ્રેમજીનગર થયેલા મારામારીના બનાવમાં ઇજા પામેલા યુવાનનું મોત: બનાવ હત્યામાં પલટાયો
મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પદે અલ્પેશ કોઠીયા
SHARE
મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પદે અલ્પેશ કોઠીયા
મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં યુવા મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું અને આજે આ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં અલ્પેશ કોઠીયાને સૌથી વધુ મત મળ્યા હોવાથી તેને મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવાં આવેલ છે તેની સાથોસાથ વાઇસ પ્રેસિડન્ટ અને સેક્રેટરીના નામ પણ જાહેર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે
થોડા સમય પહેલાં મોરબી જિલ્લાની અંદર યુથ કોંગ્રેસના પ્રમુખ પદ માટે થઈને ચૂંટણી યોજાઇ હતી ત્યારે યુવા મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું અને તે મતના આજે આંકડા જાહેર કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસનાં પ્રમુખ પદ માટે જે ઉમેદવારો દ્વારા ઉમેદવારી કરવાની હતી તેમાં સૌથી વધુ ૨૯૩૪ મત અલ્પેશભાઈ કોઠિયાને મળ્યા હોય તેઓને મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવેલ છે જ્યારે ઉપપ્રમુખ તરીકે દિવ્યરાજસિંહ જાડેજા અને ભાવિકભાઈ મુચ્છડિયા અને સેક્રેટરી તરીકે કુલદીપસિંહ જાડેજાની વરણી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે