મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં ખિસ્સા ખર્ચના રૂપિયા માંગીને યુવાનની હત્યા કરનારા મિત્રની ધરપકડ


SHARE









મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં ખિસ્સા ખર્ચના રૂપિયા માંગીને યુવાનની હત્યા કરનારા મિત્રની ધરપકડ


મોરબી શહેરમાં આવેલ માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા ભાઈના ઘરે આવેલ યુવાન પાસે તે વિસ્તારમાં રહેતા યુવાનના મિત્રએ ખીસ્સા ખર્ચના રૂપિયા માંગ્યા હતા જે રૂપિયા આપવાની યુવાને ના પાડતાં રૂપિયા માંગનારા શખ્સે તેને ગાળો આપી હતી અને બાદમાં યુવાનને પીઠના ભાગે છરીનો ઘા ઝીંકી દેવામાં આવ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈને જતાં હતા જો કે, રસ્તામાં જ યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવ હત્યામાં પલટાયો હતો અને ત્યાર બાદ મૃતક યુવાનના ભાઈએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે.


મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા સંદીપભાઈ વિનોદભાઇ મકવાણાએ હાલમાં રામદેવપીર મંદિર પાસે માળીયા વનાળિયા સોસાયટી નજીક રહેતા કેવલદાસ નટવરદાસ રાબડીયા નામના શખ્સની સામે તેના ભાઇ પ્રદીપની હત્યા કરી હોવા અંગેની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં ફરિયાદી સંદીપભાઈએ જણાવ્યું હતું કે તેનો ભાઈ પ્રદીપ વિનોદભાઇ મકવાણા (૩૦) રહે. ઇન્દિરાનગર સોસાયટી વાળો તેમના ઘરે આવ્યો હતો ત્યારે આરોપી કેવલદાસે તેની પાસે ખીસ્સા ખર્ચના રૂપિયા માંગ્યા હતા જે રૂપિયા આપવાની પ્રદીપે તેને ના પાડી હતી જેથી કરીને કેવલદાસ નટવરદાસ રીબડીયાએ પ્રદીપને ગાળો આપી હતી ત્યારે પ્રદીપે તેને ગાળો આપવાની ના પાડતાં આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને તેને પોતાની પાસે રહેલી છરી પ્રદીપને પીઠના ભાગે ઝીંકી દીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે પ્રદીપને રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે રસ્તામાં જ પ્રદીપ મકવાણાનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં આ બનાવ હત્યામાં પલટાયો હતો અને આ અંગે મૃતક યુવાનના ભાઈએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે કેવલદાસ નટવરદાસ રિબડિયાની સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધયો હતો અને હાલમાં હત્યાના આ બનાવમાં મોરબી બી ડિવિઝન પોલીસે આરોપી કેવલદાસ નટવરદાસ રિબડિયાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News