મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના પ્રેમજીનગર થયેલા મારામારીના બનાવમાં ઇજા પામેલા યુવાનનું મોત: બનાવ હત્યામાં પલટાયો


SHARE









મોરબીના પ્રેમજીનગર થયેલા મારામારીના બનાવમાં ઇજા પામેલા યુવાનનું મોત: બનાવ હત્યામાં પલટાયો

મોરબીમાં મકનસર પાસેના પ્રેમજીનગરમાં માવાના બાકી પૈસા બાબતે બોલાચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષના મળીને કુલ છ લોકોને ઈજાઓ થતા મોરબીની સિવિલ હોસ્પિટલે અને તે પૈકીના બે ભાઇઓને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા અને બંને પક્ષેથી મારામારીની સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેવામાં આ બનાવમાં ઇજા પામેલા એક યુવકનું રાજકોટ ખાતે સારવારમાં મોત નીપજયું છે જેથી કરીને બનાવ હત્યામાં પલટયો છે અને મોરબી તાલુકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે

મોરબીના મકનસર ગામ પાસે આવેલા પ્રેમજીનગર વિસ્તારમાં માવાના બાકી પૈસાના મુદદે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ગુલાબ વેલજીભાઇ શેખવા (૨૯), જયેશ વેલજીભાઇ સેખવા અને સુનીલ બાબુભાઇ પરમાર (૩૦) તેમજ સામેના પક્ષના કાંતાબેન ચુનીલાલ વઘેરા (૪૦), રાકેશ ચુનીલાલ વઘેરા (૨૨), ચુનીલાલ કમાભાઇ વઘેરા (૪૫) અને સુરેશ ચુનીલાલ વઘેરા (૨૦) નામના કુલ છ લોકોને જે તે સમયે ઇજાઓ થઈ હતો અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી હતી જેમાં વેલજીભાઇ નથુભાઇ શેખવા (૫૫) રહે.પ્રેમજીનગર હનુમાન મંદિરની પાસે વાળાએ ત્યાં જ રહેતા ચુનીલાલ વધોરા, કાન્તાબેન ચુનીલાલ વઘોરા, સુરેશ ચુનીલાલ વઘોરા, રાકેશ ચુનીલાલ વઘોરા, મોહન રવજીભાઈ વઘોરા(૫૫), હસમુખભાઈ મોહનભાઈ વઘોરા (૨૪) રહે. બધા પ્રેમજીનગર મોરબી સામે ફરીયાદ નોંધાવી હતી કે, જયેશભાઇએ બાકી નીકળતા માવાના પૈસાની માંગણી કરતાં સામેવાળાઓએ ઉશ્કેરાઈ જઈને તલવાર, ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો અને ગુલાબભાઈના માથાના ભાગે તલવારનો ઘા ઝીંકી દેતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે જયેશ અને સુનીલને પણ તલવાર વડે અને ધોકા-પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જે ગુનામાં પોલીસે અગાઉ મોહન રવજી વઘોરા (૫૫) અને હસમુખ મોહન વઘોરા (૨૪) રહે.બંને પ્રેમજીનગર વાળાની ધરપકડ કરેલ હતી અને હાલમાં મોરબી તાલુકા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવેલ ગુલાબભાઈ વેલજીભાઇ શેખવા (૨૯)નું   સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેથી કરીને મારામારીનો બનાવ હત્યામાં પલટયો છે જેથી કરીને પોલીસે અગાઉ નોંધાયેલ ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરીને આગળની કાર્યવાહી કરવા માટેની કવાયત હાથ ધરી છે




Latest News