મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાના પાછળ કુદરતી હાજતે ગયેલ યુવાનનો પાણીના ખાડામાંથી કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો


SHARE



































મોરબી નજીક કારખાના પાછળ કુદરતી હાજતે ગયેલ યુવાનનો પાણીના ખાડામાંથી કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો

મોરબીના શાપર ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનાની પાછળના ભાગમાં પાણી ભરેલા ખાડા પાસે યુવાન કુદરતી હાજતે ગયો હતો ત્યારબાદ તે ઘરે પરત આવ્યો ન હતો જેથી ત્યાં સ્થળ ઉપર જઈને ચેક કરતા પાણી ભરેલા ખાડામાંથી તે યુવાનનો કહોવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ગાંધીનગર જિલ્લાના વેડ ગામનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં પાવળીયારી પાસે આવેલ મેગાટ્રોન સીરામીક કારખાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો વિશાલકુમાર ગોવિંદભાઈ રાવળ (20) નામનો યુવાન કારખાનાની પાછળના ભાગમાં આવેલ પાણી ભરેલા ખાડા પાસે ગત તા. 24/3 ના વહેલી સવારે કુદરતી હાજતે ગયો હતો અને ત્યારબાદ તે ઘરે પરત આવ્યો ન હતો જેથી તેને શોધી રહ્યા હતા દરમિયાન પાણી ભરેલા ખાડામાંથી ગઈકાલે સવારે 9:30 વાગ્યાના અરસામાં યુવાનોનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ સબળસિંહ સોલંકી ચલાવી રહ્યા છે

દેશી દારૂની ભઠ્ઠી

હળવદ તાલુકાના સિરોઇ ગામની સીમમાં આવેલ મનુભાઈ ખાંભળીયાની વાડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 100 લિટર આથો, ગેસનો બાટલો તથા ગેસનો ચૂલો વિગેરે મળી આવ્યું હતું જેથી પોલીસે 4700 ની કિંમતનો મુદ્દા માલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો જો કે, આરોપી ત્યાં હાજર ન હોવાથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનુભાઈ દેવાભાઈ ખાંભળીયા રહે. શિરોઇ તાલુકો હળવદ વાળા સામે ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે


















Latest News