મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં ખિસ્સા ખર્ચના રૂપિયા માંગીને યુવાનની હત્યા કરનારા મિત્રની ધરપકડ
મોરબીમાં અગાઉના ઝઘડાનો ખાર રાખીને રવાપર રોડ ઉપર યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો
SHARE
મોરબીમાં અગાઉના ઝઘડાનો ખાર રાખીને રવાપર રોડ ઉપર યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો
મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ ભવાની સોડા પાસેથી પસાર થયેલા યુવાને રોકીને અગાઉ થયેલા ઝઘડાનું મનદુખ રાખીને ત્રણ શખ્સો દ્વારા ઢીકાપાટુનો માર મારી યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાનો દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના લાઇન્સનગર વિસ્તારની અંદર રહેતા સંજયભાઈ ધનજીભાઈ જાદવ જાતે વણકર (ઉંમર ૨૧) નામના યુવાને ભગવાનજીભાઈ બાબુભાઈ રહે. વણકરવાસ, દેવો રાવળદેવ અને મોહિની મુસલમાન નામના ત્રણ શખ્સોની સામે હાલમાં તેને માર માર્યો હોવાની અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે અગાઉ ભગવાનજીભાઈ બાબુભાઈની સાથે છએક મહિના પહેલા મોટરસાયકલ ભટકા બાબતે ઝઘડો થયો હતો તે બાબતનો ખાર રાખીને મનદુખ રાખીને ત્રણેય શખ્સો દ્વારા તેને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા સંજયભાઈ જાદવ દ્વારા ત્રણેય શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બાઇક ચોરી
મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ વૃંદાવનપાર્કમાં મયુર પેલેસ બ્લોક નંબર ૧૦૨ માં રહેતા મૂળ બંગાવળી ગામના રહેવાસી ક્રીપાલભાઈ રમણીકભાઈ મેંદપરા જાતે પટેલ (ઉંમર ૨૪) એ પોતાનું બાઇક નંબર જીજે ૩ એચપી ૮૫૩૩ મોરબીના જૂના બસ સ્ટેન્ડની અંદર આવેલ પાર્કિંગમાં પાર્ક કરીને મૂક્યું હતું જે કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ક્રીપાલભાઈએ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ કરેલ છે.