મોરબીમાં અગાઉના ઝઘડાનો ખાર રાખીને રવાપર રોડ ઉપર યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો
મોરબીના કંડલા બાયપાસ રોડે ડબલ સવારી બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લેતા બે વ્યક્તિને ઇજા: ગુનો નોંધાયો
SHARE
મોરબીના કંડલા બાયપાસ રોડે ડબલ સવારી બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લેતા બે વ્યક્તિને ઇજા: ગુનો નોંધાયો
મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર ધરમપુર સાદુળકા ગામની ચોકડી પાસેથી બાઇક લઇને પસાર થતાં બે વ્યક્તિઓના બાઇકને ડમ્પર ચાલકે અડફેટે લીધૂ હતું જેથી કરીને બંને વ્યક્તિઓને ઇજા થઇ હતી અને ડમ્પર ચાલક પોતાનું વાહન લઇને ઘટના સ્થળેથી નાસી છુટયો હતો માટે હાલમાં ડમ્પર ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર ફૂલછાબ કોલોની સરકારી સિડફાર્મ-૨ માં રહેતા અબ્બાસભાઇ જુસબભાઇ સંઘવાણી જાતે મિયાણા (ઉ.વ.૩૪) ધંધો ટ્રક ડ્રાઇવીંગ રહે.વિશીપરા ફુલછાબ કોલોની સરકારી વાડી મોરબી-૨ એ હાલમાં ડમ્પર નંબર જીજે ૨ ઝેડઝેડ ૭૫૪૧ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર ધરમપુર સાદુળકા ગામની ચોકડી પાસેથી અસ્લમભાઇ તજમામદભાઈ તેમજ ઈનુસભાઈ બાઇક નંબર જીજે ૩ ઇપી ૨૩૯૫ લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે ડમ્પર ચાલકે પોતાનું વાહન બેફીકરાઈથી ચલાવીને તેઓના બાઈકને હડફેટે લેતા અસ્લમભાઇને પગમાં તેમજ કાનના પડદામાં અને પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને ઇનુસભાઈને પણ શરીરે નાના મોટી ઇજાઓ થઇ હોવાથી બંનેને સારવાર માટે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને આરોપી પોતાનું વાહન લઇને ઘટના સ્થળેથી નાસી છુટેલ હોય હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને ડમ્પર ચાલકને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.
અકસ્માત
વાંકાનેર નજીક આવેલ અમરસર ગામે રહેતા રોશનઅલીભાઈ મહમદભાઇ શેરસીયા (ઉંમર ૬૦) પોતાનું બાઇક નંબર જીજે ૩ એચજી ૧૪૫૦ લઈને અમર વાંકાનેર રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ડમ્પર નંબર જીજે ૧૩ એડબલ્યુ ૭૭૧૭ ના ચાલકે તેમને હડફેટે લીધા હતા જેથી કરીને તેઓને ડાબા પગે નાળાના ભાગે તેમજ ડાબા પગે સાથળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને શરીરે નાનીમોટી ઇજાઓ થઇ હોવાથી તેઓને સારવાર માટે આવ્યા હતા અને અકસ્માત કરીને ડમ્પર ચાલકે પોતાનું વાહન સ્થળ ઉપર જ મૂકીને નાસી છૂટ્યો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલા વૃદ્ધે ડમ્પર ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.