મોરબીના ત્રાજપરમાં ઘરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 13,200 ના મુદ્દામાલ સાથે એક પકડાયો, એકની શોધખોળ
SHARE







મોરબીના ત્રાજપરમાં ઘરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 13,200 ના મુદ્દામાલ સાથે એક પકડાયો, એકની શોધખોળ
મોરબીના ત્રાજપરમાં ભરવાડ સમાજની વાડી પાસે રહેતા શખ્સના રહેણાંક મકાનમાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની એલસીબી ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરેલ હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો, તૈયાર દેશી દારૂ સહિત કુલ મળીને 13,200 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરેલ છે અને જેનું મકાન છે તેનું પણ નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્રાજપર એસ્સારના પંપની પાછળના ભાગમાં ભરવાડ સમાજની વાડી પાસે રહેતા રમેશભાઈ ટીડાણીના મકાનમાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 140 લિટર આથો, ૩૦ લીટર તૈયાર દેશી દારૂ તથા બાટલો, ગેસનો ચૂલો અને અન્ય મુદ્દામાલ મળીને 13,200 નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. અને આરોપી ભાવીનભાઇ દેવરાજભાઇ વૈશ્નાણી (41) રહે ત્રાજપર પાસે પાવન પાર્ક-3 વિમલભાઈના મકાનમાં ભાડેથી મૂળ રહે. વડાળી તાલુકો ઉપલેટા વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન રમેશભાઈ ઉર્ફે ધારો ગોપાલભાઈ ટીડાણી રહે. ત્રાજપર એસ્સાર પંપની પાછળ ભરવાડ સમાજની વાડી પાસે મોરબી વાળાના કહેવાથી તેના મકાનમાં દારૂની ભઠ્ઠી ચલાવવામાં આવતી હતી તેવું સામે આવ્યું છે જેથી પોલીસે હાલમાં બંને શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને રમેશભાઈ ટીડાણીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
50 લિટર દેશી દારૂ
મોરબીમાં માળિયા ફાટક પાસેથી ઇન્દિરાનગર તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતા એકટીવા નંબર જીજે 36 એએ 6223 ને રોકીને પોલીસે ચેક કરતા પ્લાસ્ટિકના બાચકામાંથી 50 લીટર દેશી દારૂ જથ્થો મળી આવ્યો હતો જેથી દસ હજાર રૂપિયાની કિંમતનો દારૂ તથા 20,000 રૂપિયાની કિંમતનું વાહન અને અન્ય મુદામાલ મળીને 30,200 નો મુદામાલ કબજે કરેલ છે અને આરોપી હુશેનભાઈ નુરમામદભાઈ લધાણી (21)રહે, સોઓરડી માળીયા વનાળિયા સોનલબેન ઉર્ફે સોનકીના મકાનમાં મોરબી મૂળ રહે. સૂરજબારી ગામ તાલુકો ભચાઉ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
