મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજે લીધેલ 10 લાખની સામે 25.13 લાખ ચુકવ્યા છતાં યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરનાર બે શખ્સની ધરપકડ


SHARE









મોરબીમાં વ્યાજે લીધેલ 10 લાખની સામે 25.13 લાખ ચુકવ્યા છતાં યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરનાર બે શખ્સની ધરપકડ

રાજકોટનો રહેવાસી યુવાન ઈમ્પોર્ટ એક્સપોર્ટનું કામકાજ કરતો હોય તેને રૂપિયાની જરૂર હતી જેથી કરીને તેણે બે વ્યક્તિ પાસેથી દસ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને અલગ અલગ સમયે રોકડ, ગૂગલ પે, નેટ બેન્કિંગ અને આંગડિયા મારફતે યુવાને 25,13,500 ની રકમ ચૂકવી દીધી છે તેમ છતાં પણ યુવાન પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને તેને ફોન કરીને ગાળો આપીને ધમકીઓ આપવામાં આવતી હતી જેથી યુવાને ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે.

રાજકોટમાં યુનિવર્સિટી રોડે રહેતા અને ઈમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરતા વિકાસભાઈ ધરમશીભાઈ સાદરીયા (29)એ થોડા દિવસો પહેલા સુનિલ પ્રેમજીભાઈ દલસાણીયા અને વિપુલભાઈ સવસેટા નામના બે વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, અગાઉ તેને રૂપિયાની જરૂર હોય તેને આરોપીઓ પાસેથી દસ લાખ રૂપિયા લીધા હતા જેની સામે ફરિયાદી યુવાને અલગ અલગ સમયે રોકડેથી, ગુગલ પે, નેટ બેન્કિંગ અને આંગડિયા મારફતે 25,13,500 જેવી રકમ આરોપીઓને ચૂકવી દીધી છે અને આ બંને આરોપીઓએ ફરિયાદી યુવાન પાસેથી ત્રણ ત્રણ કોરા ચેક પણ લીધેલ છે અને હજુ પણ તેની પાસેથી વ્યાજ અને મૂળીની રકમની ઉઘરાણી કરવામાં આવી રહી છે અને વ્યાજ ન આપે તો તેને ફોન ઉપર ગાળો આપીને ધમકીઓ આપવામાં આવે છે જેથી ભોગ બનેલ યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી જે ગુનાની તપાસ એન.એ. ગઢવી અને તેની ટિમ કરી રહી હતી અને હાલમાં આરોપી સુનિલ પ્રેમજીભાઈ દલસાણીયા (34) રહે. સંકલ્પ એપાર્ટમેંટ રવાપર રોડ મોરબી તથા વિપુલભાઈ લાખાભાઇ સવસેટા  (32) રહે. તુલસી પાર્ક મોરબી વાળાની ધરપકડ કરેલ છે.






Latest News