મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામના યુવાને વ્યાજે લીધેલા 40 લાખ સામે 59 લાખ ચુકવ્યા તો પણ અપહરણ કરીને ધાક-ધમકી અને પઠાણી ઉઘરાણી ચાલુ


SHARE

















મોરબીના રાજપર ગામના યુવાને વ્યાજે લીધેલા 40 લાખ સામે 59 લાખ ચુકવ્યા તો પણ અપહરણ કરીને ધાક-ધમકી અને પઠાણી ઉઘરાણી ચાલુ

મોરબીના રાજપર ગામે રહેતા યુવાનને રૂપિયાની જરૂર હોય તેણે 30 %  વ્યાજ લેખે જુદા જુદા બે વ્યક્તિઓ પાસેથી 40 લાખ જેટલી રકમ લીધી હતી. જેની સામે તેણે 59 લાખ રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં પણ તેની પાસેથી વ્યાજ તથા મુદ્દલની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને ફોન ઉપર યુવાનને ધમકીઓ આપવામાં આવતી હતી તથા લધીરપુર ગામે પ્રાથમિક શાળાના મેન ગેટ પાસેથી સ્વિફ્ટ ગાડીમાં યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રાજપર ગામ રહેતા હરેશભાઈ ગોરધનભાઈ વડગાસીયા (34)હાલમાં મોરબી તાલુકો પોલીસ સ્ટેશન ખાતે રવિભાઈ સવજીભાઈ મારવાણીયા રહે. રાજપર, કેલ્વિનભાઈ પટેલ અને વિશાલભાઈ વિમલભાઈ પારેજીયા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, અગાઉ તેને રૂપિયાની જરૂર હતી ત્યારે રવિભાઈ મારવાણીયા પાસેથી તેણે 20 લાખ રૂપિયા 30% ના વ્યાજ લેખે લીધેલા હતા જેની સામે 32 લાખ રૂપિયા ચૂકવી આપેલ છે તેમ છતાં પણ વધુ રૂપિયા ચૂકવવા માટે થઈને અવારનવાર ફોન કરીને ધાધમકીઓ આપવામાં આવતી હતી. તેમજ વિશાલભાઈ પારજીયા પાસેથી તેણે કટકે કટકે 20 લાખ રૂપિયા 15% અને 30% લેખે લીધેલા હતા જેની સામે 27 લાખ રૂપિયા પરત ચૂકવી દીધા છે તેમ છતાં વિશાલભાઈના સાઢુભાઈ કેલ્વિનભાઈ પટેલ મારફતે અવારનવાર વ્યાજે આપેલા રૂપિયાની ફરિયાદી યુવાન પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે અને ફોન કરીને તેને ધાક ધમકીઓ આપવામાં આવે છે તેમજ રવિભાઈ અને કેલ્વિનભાઈ મોરબીના લખધીરપુર ગામના પ્રાથમિક શાળાના મેન ગેટ પાસે યુવાનને બોલાવ્યો હતો અને ત્યાંથી સ્વિફ્ટ ગાડીમાં તેનું અપહરણ કરીને લઈ ગયા હતા અને ત્યારબાદ તેને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીશરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એમ. બગડા ચલાવી રહ્યા છે

વાહનમાં નુકશાન

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મહાદેવ ફળિયુ ચાણસદના રહેવાસી રાહુલભાઈ મહેન્દ્રભાઈ સોલંકી (26)એ હાલમાં ગાડી નંબર જીજે 37 એમ 0444 ના ચાલક હેમંતભાઈ મોહનભાઈ ભાટિયા રહે. મીઠાપુર સૂરજકરાડી તાલુકો જીલ્લો દેવભૂમિ દ્વારકા વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે રાજકોટ અમદાવાદ હાઈવે રોડ પર વાંકાનેર ટોલનાકે ફોરવીલ ગાડીની લાઈન હતી ત્યારે આરોપીએ બેદરકારીથી પોતાની ગાડી ચલાવીને ફરિયાદી ગાડી નંબર જી જે 1 આરકે 0216 ની પાછળના ભાગમાં તેનું વહન અથડાવ્યું હતું જેથી કરીને વાહનમાં નુકસાની થયેલ હોય ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News