મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાએ ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE



































મોરબીમાં પરિણીતાએ ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશનની સામેના ભાગમાં આવેલ બૌદ્ધનગર શેરી નં-5 માં રહેતી પરણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ આપઘાતના બનાવની મૃતક મહિલાના પતિ દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રેલવે સ્ટેશનની સામેના ભાગમાં આવેલ બૌદ્ધનગર શેરી નં-5 માં રહેતા હેતલબેન ઉર્ફે હીનાબેન અશોકભાઈ સોલંકી (25) એ પોતે પોતાના ઘરની અંદર કોઈ અગમ્ય કારણોસર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેને હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક મહિલાના પતિ અશોકભાઈ દલસુખભાઇ સોલંકી (29) રહે. નજરબાગ રેલ્વે સ્ટેશન સામે બૌદ્ધનગર શેરી નં-5 મોરબી વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે.

એક બોટલ દારૂ

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી મહેન્દ્રનગર જવાના રસ્તા ઉપરથી પસાર થતા એકટીવા નંબર જીજે 36 એજી 6883 રોકવામાં આવ્યું હતું અને એક્ટિવા ઉપર જઇ રહેલા શખ્સને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 670 ની કિંમત દારૂની બોટલ કબજે કરી હતી અને એકટીવ સહિત કુલ મળીને 50,670 ની કિંમત કબજે કરીને આરોપી રમુભા રમેશભાઈ બળદા (27) રહે. સોઓરડી વરિયાનગર સંદીપભાઈના મકાનમાં મોરબી મૂળ રહે. રાજકોટ વાળાની ધરપકડ કરીને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.


















Latest News