મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા (ખા) ગામે તળાવની પાળે ઝેરી દવા પીને વાઘગઢ ગામના યુવાને કર્યો આપઘાત


SHARE









ટંકારાના ઘુનડા (ખા) ગામે તળાવની પાળે ઝેરી દવા પીને વાઘગઢ ગામના યુવાને કર્યો આપઘાત

ટંકારા તાલુકાના ઘુનડા (ખા) ગામ હનુમાનજી વાળા તળાવની પાળે કોઈ કારણોસર યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના વાઘગઢ ગામે રહેતા મિલનભાઈ દિનેશભાઈ પરમાર (25) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા ટંકારા તાલુકાના ઘુનડા (ખા) ગામે હનુમાનજી વાળા તળાવની પાળ ઉપર પી લીધી હતી જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તુલસીભાઈ દેવજીભાઈ કાસુન્દ્રા (60) રહે. ઘુનડા (ખા) તાલુકો ટંકારા વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એચ.આર.ચૌહાણ ચલાવી રહ્યા છે

વરલી જુગાર

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં કારખાના પાસે જાહેરમાં વરલી જુગાર આંકડા લેવામાં આવતા હતા ત્યારે ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી કિરીટભાઈ મનસુખભાઈ સોલગામા (56) રહે. જાંબુડીયા વાળા વરલીના આંકડા લેતા મળી આવ્યા હતા જેથી પોલીસે 350 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી. આવી જ રીતે મોરબીના વાઘપરા શેરી નં-11 પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કિર્તીભાઈ ઉર્ફે કાનજીભાઈ છબીલભાઈ કોટેચા (50) રહે. વાઘપરા શેરી નં-11 મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 10,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો હતો




Latest News