મોરબીના બેલા ગામની સીમમાં સગીરા સાથે દુષ્કર્મ, પ્રેગ્નેટ થતાં ફરિયાદ નોંધાઇ
માળીયા (મી)ના વવાણીયા ગામે થયેલ હત્યાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર
SHARE
માળીયા (મી)ના વવાણીયા ગામે થયેલ હત્યાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર
માળીયા(મી) તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પકડાયેલ આરોપીના જામીન માટે અરજી કરવામાં આવી હતી જેમા આરોપીના વકીલની દલીલને ધ્યાને લઇને મોરબીની સેસન્સ કોર્ટે આરોપીની જામીન અરજી મંજુર કરેલ છે
થોડાક દિવસો પહેલા માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરીયાદ નોંધાયેલ હતી જેમા જણાવ્યુ હતુ કે, ફરીયાદીના દીકરા વસીમભાઈ તથા આરોપી અસલમભાઈ મોવર તથા જાવેદ જેડા એમ ત્રણેય વવાણીયા ગામની સીમમા શીકાર કરવા ગયેલ હતા ત્યારે અરજદાર આરોપી અસલમે ઝાડી મા છુપાવેલી દેશી બનાવટની બંધુક કાઢી હતી અને શીકારની રાહમા હતા દરમ્યાન શીકાર આવી જતા ફરીયાદીના દીકરાએ પોતે બંધુક લઈ શીકાર કરવા જતા અસલમ અને જાવેદે તેને અટકાવેલ અને અમારે શીકાર કરવો હોઇ જેથી બોલાચાલી ઝગડો થયેલ હતો જેનુ મન દુખ રાખી જાવેદ જેડા એ ફરીયાદીના દીકરાને બંધુકમાથી ભડાકો કરી શરીરે ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવેલ હતુ જેથી બે આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ થયેલ હતો. જે ગુનામાં આરોપીઓ પૈકી અસલમ ઉર્ફે ફારૂક ગફુરભાઈ મોવર દ્વારા મોરબી સેસન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલ હતી. જે અન્વયે આરોપીના વકીલ જયદીપ બી. પાંચોટીયા તેમજ ગીરીશ બી. અંબાણીની ધારદાર અને કાયદાકીય રજુઆતને ધ્યાનમાં લઈ આરોપીને જામીન ઉપર છોડવાનો હુકમ કરવામાં આવેલ છે.