વાંકાનેરમાં વોકિંગમાં નીકળેલા યુવાનને એકટીવા ચાલકે હડફેટે લેતા ડાબા પગમાં ફેક્ચર, ગુનો નોંધાયો
હળવદના સુખપર ગામે ખેતર લેનાર આધેડને લોખંડની પટ્ટી વડે અને ઢીકાપાટુનો માર માર્યો
SHARE






હળવદના સુખપર ગામે ખેતર લેનાર આધેડને લોખંડની પટ્ટી વડે અને ઢીકાપાટુનો માર માર્યો
હળવદ તાલુકાના સુખપર ગામે રહેતા આધેડે ખેતર લીધું હતું અને તે ખેતરની બાજુમાં જેનું ખેતર હતું તેને તે સારું લાગ્યું ન હતું જેથી આધેડને જેમ ફાવે તેમ બોલતા હતા અને તે બાબતનો ખાર રાખીને આધેડને ઢીકાપાટુનો તથા લોખંડની પટ્ટી વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલા આધેડને સારવારમાં લઇને આવ્યા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના સુખપર ગામે રહેતા દિલીપભાઈ બાવલભાઈ પરમાર (54)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભુપતભાઈ મનુભાઈ ચૌહાણ રહે સુખપર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે તેઓએ આરોપીના ખેતરની બાજુમાં ખેતર લીધેલ હોય જે આરોપીને સારું નહીં લાગતા તે અવારનવાર આધેડને જેમ ફાવે તેમ બોલતા હતા અને તે જ બાબતનો ખાર રાખીને આરોપીએ ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા લોખંડની ધારવાળી પટ્ટી વડે મારવા જતા ફરિયાદીએ તે પટ્ટીને પકડી લેતા બંને હાથની આંગળીઓમાં ઈજા થઈ હોવાથી ટાંકા આવેલ છે અને સારવાર લીધા બાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

