હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

હળવદના સુંદરગઢ ગામે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 31,620 ની રોકડ સાથે ઝડપાયા


SHARE









હળવદના સુંદરગઢ ગામે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 31,620 ની રોકડ સાથે ઝડપાયા

હળવદ તાલુકાના સુંદરગઢ ગામે મંદિરની પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 31,620 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સુંદરગઢ ગામે રામજી મંદિરની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જેરામભાઈ મેરાભાઈ ચરમારી (34) રહે, નવા સુંદરગઢ, કુકાભાઈ ગોરધનભાઈ ચરમારી (55) રહે. નવા સુંદરગઢ, મુકેશભાઈ ભીખાભાઈ લોલાડીયા (36) રહે. શીરોહી, ધારાભાઈ દેવશીભાઈ રાતડીયા (40) રહે. કડીયાણા મહેશભાઈ બાલાભાઈ જીંજવાડીયા (40) રહે પાંડાતીરથ અને મેહુલ ઉર્ફે મુન્નો લાલજીભાઈ પાટડીયા (34) રહે સુંદરગઢ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 31,620 ની કિંમતની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગારના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ

મોરબીમાં એ ડિવિજન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરી મેઇન રોડ ઉપર જાહેરમાં વરલી જુગાર આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા અવેશ અયુબભાઈ કાસમાણી (26) રહે. કબીર ટેકરી શેરી નં-2 મોરબી વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 12,000 ની રોકડ તથા 5000 રૂપિયાની કિંમતમાં મોબાઈલ ફોન આમ કુલ મળીને 17,000 રૂપિયાની કિંમતમાં મુદ્દા માલ કબજે કર્યો હતો અને તેની પ્રાથમિક પુછપરછ દરમિયાન રઉફ દોલાણી રહે. કડી જીલ્લો મહેસાણા વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે આ બંને શખ્સ સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News