મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરીનગર પાસે ખુલ્લા પ્લોટમાં દારૂની આઠ બોટલ સાથે એકની ધરપકડ: એકની શોધખોળ


SHARE



































મોરબીમાં રોટરીનગર પાસે ખુલ્લા પ્લોટમાં દારૂની આઠ બોટલ સાથે એકની ધરપકડ: એકની શોધખોળ

મોરબીમાં રોટરી નગર સોસાયટી કેસરીનંદન હનુમાનજી મંદિર પાસે ખુલ્લા પ્લોટમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની આઠ બોટલો મળી આવતા પોલીસે 5,488 ની કિંમત દારૂની બોટલો સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને દારૂ આપનારનું નામ સામે આવ્યું હોય હાલમાં બે શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રોટરીનગર સોસાયટીમાં કેસરીનંદન હનુમાન મંદિર પાસે ખુલ્લા પ્લોટમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની આઠ બોટલો મળી આવતા 5,488 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી પૃથ્વીરાજસિંહ ખોડુભા ઝાલા (34) રહે. સામાકાંઠે વેજીટેબલ રોડ રોટરીનગર શેરી નં-2 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો તેણે નઝીર રહીમભાઈ સુમરા રહે. હાલ જામનગર રોડ માધાપર ચોકડી પાસે રાજકોટ મૂળ રહે. કાલિકા પ્લોટ મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે બંને સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જુગારની રેડ

મોરબી તાલુકાના લખધીરપુર રોડ ઉપર ફેસ સીરામીક સામે બાલાજી ચેમ્બર પાસે જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દીપકભાઈ પ્રભુભાઈ ઈન્દરીયા (40) રહે. મહેન્દ્રસિંહ હોસ્પિટલ સામે આઠ ઓરડી મોરબી તથા દિનેશભાઈ કિશોરભાઈ હળવદિયા (32) રહે. જાંબુડીયા તાલુકો મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1,200 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. જ્યારે માળિયાની મેઇન બજારમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોય ત્યાં પોલીસે રેડ કરી હતી અને સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા નૂરમામદભાઈ અબ્દુલભાઈ લધાણી (40) રહે. ખાખરેચી તાલુકો માળીયા મીયાણા વાળાની 600 રૂપિયાની રોકડ સાથે ધરપકડ કરવામાં આવેલ છે.


















Latest News