ટંકારામાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બાલ સંસ્કાર કેન્દ્રનો પ્રારંભ
ભૂકંપની અસર, મોરબીના સિરામિક ઉધોગકારોનું મ્યાનમાર-થાઈલેન્ડમાં એક્સપોર્ટ સ્થગિત: પ્રમુખ
SHARE









ભૂકંપની અસર, મોરબીના સિરામિક ઉધોગકારોનું મ્યાનમાર-થાઈલેન્ડમાં એક્સપોર્ટ સ્થગિત: પ્રમુખ
મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલમાં કપરી પરિસ્થિતીમાંથી પસાર થઈ રહ્યો છે તેવામાં તાજેતરમાં મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા ભૂકંપની મોરબીના સિરામિક ઉદ્યોગમાં પણ અસર જોવા મળી રહી છે કારણ કે આ બંને દેશની અંદર મોરબીથી સિરામિક ઉદ્યોગકારો દ્વારા માલ એક્સપોર્ટ કરવામાં આવતો હતો પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમના જે એક્સપોર્ટના ઓર્ડર છે તે સ્થગિત થઈ જશે પરંતુ ભવિષ્યમાં જ્યારે ત્યાં પરિસ્થિતિ થાળે પડશે ત્યારે મોરબીના સીરામીક પ્રોડક્ટની માંગ વધશે તેવી આશા હાલમાં મોરબીના સિરામિક ઉદ્યોગ કરો રાખી રહ્યા છે
થોડા દિવસો પહેલા થાઈલેન્ડ અને મ્યાનમાર ખાતે જે વિનાશક ભૂકંપ આવ્યો તેમાં અનેક લોકોના મૃત્યુ થયા છે અને અનેક બહુમાળી બિલ્ડીંગો સહિતના ઇમારતો જમીન દોસ્ત થયેલ છે ત્યારે દેશ અને દુનિયાના જુદા જુદા ઉદ્યોગને તેની સીધી કે આડકતરી અસર જોવા મળી રહી છે તેમાંથી મોરબીનો વિશ્વ કક્ષાનો સીરામીક ઉદ્યોગ પણ બાકાત નથી. મોરબીથી દુનિયાના મોટાભાગના દેશની અંદર સિરામિક પ્રોડક્ટને સપ્લાય કરવામાં આવે છે પરંતુ થાઈલેન્ડ અને મ્યાનમારમાં જે ભૂકંપ આવેલ છે તેના કારણે મોરબીનું આ બંને દેશમાં જે એક્સપોર્ટ થતું હતું તે હાલમાં સ્થગિત થઈ જશે.
મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2001માં ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો અને કેવી પરિસ્થિતિ સર્જાઇ હતી તે આપણે સૌ જાણીએ છીએ આવી જ પરિસ્થિતિ હાલમાં મ્યાનમાર અને થાઈલેન્ડની છે કે જ્યાં ભૂકંપ આવવાના કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે અને ઘણી બિલ્ડિંગો જમીન દોસ્ત થઈ ગઈ છે આ બંને દેશમાં દર મહિને મોરબીથી જુદા જુદા સીરામીક ઉદ્યોગકારો દ્વારા 30 કરોડથી વધુનું એક્સપોર્ટ કરવામાં આવતું હતું પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ એક્સપોર્ટના ઓર્ડરો હવે સ્થગિત થઈ જશે જોકે આગામી ચાર-પાંચ મહિના પછી જ્યારે પરિસ્થિતિ થાળે પડશે ત્યારબાદ મોરબીની સિરામિક પ્રોડક્ટની માંગ વધશે તેવી આશા તેઓ વ્યક્ત કરી રહ્યા છે
મોરબીની સિરામિક ઉદ્યોગકારો દ્વારા જે સીરામીક પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે તેને દેશ અને દુનિયામાં સપ્લાય કરવામાં આવી રહી છે જોકે મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા મ્યાનમાર અને થાઈલેન્ડમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં જ્યારે ત્યાં સીરામીક પ્રોડક્ટની માંગ નીકળે ત્યારે કમ્પેરેટિવ ભાવ સાથે તે લોકોને મદદરૂપ થઈ શકાય તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં આ બંને દેશમાં મોરબીના ઉદ્યોગકારોને વેપારની તક વધશે તેવું વિનોદભાઇ અંબાણી જણાવી રહ્યા છે.
