રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે આવેલ હાઉસિંગ બોર્ડના મકાનમાંથી દારૂની 66 બોટલ સાથે ઘરધણીની ધરપકડ, માલ આપનારની શોધખોળ


SHARE









મોરબીના શનાળા રોડે આવેલ હાઉસિંગ બોર્ડના મકાનમાંથી દારૂની 66 બોટલ સાથે ઘરધણીની ધરપકડ, માલ આપનારની શોધખોળ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેણાંક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની અને મોટી કુલ મળીને 66 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 24,366 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરેલ છે અને વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર એમ/68 માં રહેતા મનોજભાઈ ખારેચાના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની મોટી 6 અને નાની 60 આમ કુંડળીને 66 બોટલો મળી આવી હતી જેથી પોલીસે કુલ મળીને 24,366 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મનોજભાઈ કિશોરભાઈ ખારેચા (50) રહે. હાઉસિંગ બોર્ડ બ્લોક નંબર એમ/68 ફ્લેટ નંબર-376 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો તેણે દિગુભા જાડેજા રહે કુબેર ટોકીઝ પાછળ શોભેશ્વર મંદિર પાસે મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા હાલમાં બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને દારૂ આપનાર શખ્સને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.




Latest News