મોરબીના કોર્ટ દ્વારા આરોપીના આગોતરા જામીન અરજી મંજુર કર્યો મહત્વનો હુકમ
વડોદરાના કાયાવરોહણમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારી બેઠક યોજાય
SHARE
વડોદરાના કાયાવરોહણમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારી બેઠક યોજાય
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના તમામ આઠ સંગઠનોની રાજ્ય કારોબારી બેઠક અપેક્ષિત હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વડોદરા જીલ્લાના કાયાવરોહણ ખાતે તા.૧૯ ના સવારે ૧૦ થી સાજના ૪-૩૦ સુધી યોજાઈ હતી. રાજ્યની બેઠકમાં કેન્દ્રીય સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂરજી, રાષ્ટ્રીય માધ્યમિક સંવર્ગ ઉપાધ્યક્ષ મોહનજી પુરોહિત, રાષ્ટ્રીય પ્રાથમિક સંવર્ગ સચિવ ભીખાભાઇ પટેલ સહિત ગુજરાત સંગઠનના મહામંત્રી મીતેષભાઈ ભટ્ટ, સંગઠનમંત્રી ઘનશ્યામભાઈ પટેલ, સહ સંગઠનમંત્રી રતુભાઈ ગોળ, કોષાધ્યક્ષ રમેશભાઈ ચૌધરી સહિત આઠ સંવર્ગના રાજ્ય, સંભાગ અને વિભાગના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાબેઠકમાં નવિન જવાબદારીની ઘોષણા કરવામાં આવી જેમાં વિભાગ સંગઠનમંત્રી તરીકે કચ્છ વિભાગ માટે કિશોરસિંહ ચુડાસમાની, ભાવનગર વિભાગ માટે મુકેશભાઈ પનોતની, જૂનાગઢ વિભાગ માટે રમેશભાઈ બારડની,રાજકોટ વિભાગ માટે રામભાઈ ખૂટીની અને અમદાવાદ વિભાગ માટે રશ્મિકાબેન પટેલની ઘોષણા કરવામાં આવી હતી.
રાજ્યમાં વર્ષ ૨૦૨૦-૨૧ ની તમામ સંવર્ગોની સદસ્યતા અભિયાનની સમિક્ષા કરવામાં આવી સદસ્યતા અભિયાનને સફળતા મળી એનો ઉલ્લેખ કરી અભિયાનમાં સહકાર આપનાર સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આગામી સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અનેક કાર્યક્રમોનું આયોજન કરનાર છે.કેન્દ્રીય કાર્યક્રમોની સાથે સાથે ગુજરાત સંગઠન દ્વારા અમૃત મહોત્સવ થનાર કાર્યક્રમ સફળ બને અને આવનાર વર્ષે સંગઠન વધુ મજબુત બને તે માટે મંડલ રચનાઓ (પગાર કેન્દ્રની ટીમ) ના હોદ્દેદારો બનાવવા, વિસ્તારક યોજના માટે પૂર્ણ કાલીન નિવૃત્ત શિક્ષક મિત્રો તથા સમય આપનાર કાર્યકર્તાઓની યાદી બનાવવામાં આવી હતી.
તેમજ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.HTAT સહિત, બદલી પામેલા શિક્ષક મિત્રોને ઝડપથી છુટા કરવા, CRC, CRC ના પડતર પ્રશ્નો, જુની પેન્શન યોજના, સાતમા પગાર પંચ પ્રમાણે ઘરભાડુ ચુકવવા, સળંગ નોકરી તથા પગારપંચના હપ્તા, જુના શિક્ષકોની ભરતી સહિતની અનેક બાબતો અંગે આગામી સમયમાં શિક્ષણ મંત્રી, શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે આક્રમક રીતે રજુઆત કરવામાં આવશે અને પછી આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે એવી વાત રાજ્યના અધ્યક્ષ ભીખાભાઇ પટેલ દ્વારા કરવામાં આવી.મોહનજી પુરોહિત દ્વારા દરેક જીલ્લામાં જીલ્લાના વાલી તરીકે આજે નિયુક્ત થયેલા હોદ્દેદારોને કાર્યવિસ્તાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ તથા નિબંધ પ્રતિયોગિતામાં દેશ લેવલે બીજો નંબર પ્રાપ્ત કરનાર મિતેષભાઈ ભટ્ટને રૂા.૧૫,૦૦૦ ની રાશિનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.કેન્દ્રીય સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂરજીએ પણ સમારોપ સત્રમાં ગુજરાત સંગઠનનો વધતો વ્યાપ્તને સંતોષકારક ગણાવી આગામી સમયમાં સંગઠન સમાજ ઉપયોગી, રાષ્ટ્ર ઉપયોગી કામ કરી આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમને અવશ્ય સફળ બનાવશે એવો આશાવાદ વ્યકત કર્યો હતો.પવિત્ર બ્રહ્મેશ્વર મંદિરના સ્થાન ઉપર યોજાયેલી બેઠકને સફળ કરવા જીલ્લા અધ્યક્ષ જગદીશભાઈ, જીલ્લાના વાલી ભરત સિંહ જીલ્લા મહામંત્રી મહેન્દ્રસિંહ, સંગઠનમંત્રી બીપીનભાઈ તથા રાહુલભાઈ અને વડોદરા જીલ્લાના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. આ બેઠકમાં મોરબી જિલ્લામાંથી સૌરાષ્ટ્ર સંભાગના સહ સંગઠનમંત્રી હિતેશભાઈ ગોપાણી ઉપસ્થિત રહ્યા હતા. એવું મોરબી જિલ્લા પ્રચારમંત્રી હિતેશભાઈ પાંચોટીયાએ યાદીમાં જણાવેલ છે.