મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે યુવાન ઉપર લાકડી વડે હુમલો


SHARE











મોરબીના આમરણ ગામે યુવાન ઉપર લાકડી વડે હુમલો

મોરબી તાલુકાના આમરણ ગામે દરબારવાસ વિસ્તારમાં રહેતા કોળી યુવાનને મજૂરીકામે આવવા કહેવામાં આવ્યું હતું જોકે તે યુવાને મજુરીકામે જવાની ના પાડતા યુવાનની ઉપર લાકડી વડે હુમલો કરવામાં આવતા ભોગ બનેલ યુવાને બે ઈસમો સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકાના આમરણ ગામે દરબારવાસ વિસ્તારમાં રહેતા રમેશભાઇ મેરૂભાઈ લીંબડ જાતે કોળી નામના ૪૫ વર્ષીય યુવાનને રાજ ડાંગર નામના ઇસમે તેને ત્યાં મજુરીકામે આવવા માટે જણાવ્યું હતું જેની રમેશભાઈ લીંબડે ના પડતાં ઉશ્કેરાઈ જઈને રાજ ડાંગર તથા પરેશ પટેલ નામના બે ઇસમોએ રમેશભાઈ ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો અને બંને ઇસમો દ્વારા રમેશભાઈને લાકડી વડે માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ રાજ ડાંગર અને પરેશ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ એન.જે.ખડીયાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં આવેલા યોગીનગરમાં રહેતો ધવલ મૂળજીભાઈ વારનેસીયા નામનો ૨૭ વર્ષીય યુવાન તા.૨૨ ના બપોરે બે વાગ્યાના અરસામાં લાલપર નજીકથી જતો હતો ત્યાં સ્મશાનની પાસે તેના બાઈકને અજાણી બોલેરો કારના ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત ધવલ મૂળજીભાઈને અહીં આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના પંચાસર રોડ રાજનગર વિસ્તારમાં રહેતી બીમલાબેન માનબહાદુર નામની ૨૮ વર્ષીય મહિલાને ક્રિષ્ના હોટલ કામધેનુ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતાં તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.તેમજ રાજસ્થાનના જેસલમેરમાં પદમપુરાના પ્રહલાદનગરમાં રહેતો રાવતારામ જુગતારામ નામનો ૨૪ વર્ષીય યુવાન મોરબીના રવાપર રોડ ઉપરથી એકટીવા લઈને જતો હતો ત્યારે તેનું એકટીવા અકસ્માતે સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત થયેલા રાવતારામને મધુરમ હોસ્પિટલે ખસેડાયો હતો.






Latest News