મોરબી ઉમા વિદ્યા સંકુલમાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાયો
SHARE
મોરબી ઉમા વિદ્યા સંકુલમાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાયો
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ઉમા વિદ્યા સંકુલ દ્વારા હર હંમેશા કંઈક નવું કરવાના હેતુથી શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના અને ભારતના ભવિષ્યને ઉજળું બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓના અનેક પ્રશ્નોનોને વાચા આપવા, ટીચરને બેસ્ટમાંથી વધુ બેસ્ટ બનાવવા, ભારતના ભવિષ્યનુ વધૂ સારુ ઘડતર કરવા અને શિક્ષણની દુનિયામાં કઈંક નવુ કરવાના હેતુથી લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને ઉમા વિદ્યા સંકુલ દ્વારા ઉમા વિદ્યા સંકુલ ખાતે ટીચરો માટે બે દિવસીય ટીચર ટ્રેનિંગ વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું હતું આ તકે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, લાયન્સ ક્લબના પ્રમુખ ત્રિભોવનભાઈ ફુલતરીયા, રીજીન ચેરપરસ રમેશભાઈ રૂપાલા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઈ મોરડિયા, ઉમા વિદ્યા સંકુલના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા, હિતેશભાઇ સોરિયા તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના સર્વે સભ્ય સહિતના હાજર રહ્યા હતા અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશન દ્વારા પ્રમાણિત ઇન્ટરનેશનલ ટ્રેનર યોગેશભાઈ પોટા દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપમાં જોડાયેલ ટીચરોને ઇન્ટરનૅશનલ લેવલની ટ્રેનિંગ આપવામાં આવી હતી આ ટ્રેનિંગમા જોડાયેલા ૩૦ જેટલા શિક્ષકોને પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી વિશિષ્ટ સન્માનિત કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમનું સમગ્ર સંચાલન ઉમા વિદ્યા સંકુલના શિક્ષિકા જાવીયા ડેનિસાબેન, તેમજ ભેડા દક્ષાબેન દ્વારા કરવામાં આવ્યું હતું