મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવતી વિધાનસભા બેઠકની ત્રણ બેઠકના યૂથ કોંગ્રેસનાં પ્રમુખ જાહેર: ચોમેરથી આવકાર


SHARE











મોરબી જીલ્લામાં આવતી વિધાનસભા બેઠકની ત્રણ બેઠકના યૂથ કોંગ્રેસનાં પ્રમુખ જાહેર: ચોમેરથી આવકાર

મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખની જેમ જ મોરબી જિલ્લામાં આવતી વિધાનસભાની ત્રણ બેઠકોના પ્રમુખની વરણી માટે પણ ચૂંટણી યોજાઈ હતી અને જેમાં વાંકાનેર બેઠક બિનહરીફ હતી જોકે મોરબી અને ટંકારા બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી અને તેમાં વિજેતાઓના નામ જાહેર કરવામાં આવે છે

રાજ્યના તમામ જિલ્લાની અંદર યુથ કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો માટે થઈને ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં યુવાનો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું અને મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે જે રીતે અલ્પેશભાઈ કોઠીયા વિજેતા બન્યા છે તેવી જ રીતે મોરબી જિલ્લામાં આવતી ત્રણ વિધાનસભા બેઠક જેમાં મોરબી માળિયા, વાંકાનેર કુવાડવા અને ટંકારા પડધરી બેઠકના પ્રમુખપદ માટેની ચૂંટણી યોજાઇ હતી જોકે વાંકાનેર બેઠક બિનહરીફ હોય ત્યાં પ્રમુખ તરીકે આબિદ ગઢવાલાની વરણી કરવામાં આવે છે

જો કે, મોરબી-માળિયા અને ટંકારા વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી જેમાં મોરબી માળીયા બેઠક ઉપર સંદીપભાઈ કાલરીયા વિજેતા બનેલા છે તેવી જ રીતે ટંકારા બેઠક પર રવિભાઈ તળપદા વિજેતા બન્યા છે તેવું મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ અલ્પેશભાઇ કોઠીયાએ જણાવ્યુ છે અને તેઓએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લાની અંદર કોંગ્રેસ આગામી દિવસોમાં વધુ મજબૂત બને તે માટે યુવાનોની ટીમ દ્વારા અત્યારથી જ કામ શરૂ કરી દેવામાં આવશે અને લોકોના પ્રશ્નોને વાંચા આપવામાં આવશે






Latest News