વાંકાનેર શહેરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ પદે હરેશભાઈ માણસુરીયા
મોરબીના શનાળા રોડ ઉપરથી ગટરની ગંદકી દૂર કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત !
SHARE







મોરબી શહેર સ્વચ્છતામાં ચોથા નંબરે આવેલ છે જો કે, આજની તારીખે ઘણા વિસ્તારમાં શહેરમાં ગટર ઉભરાવાથી ગંદકીનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આ ત્રાસમાંથી લોકોને મુક્તિ અપાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે
મોરબી શહેરનો સ્વચ્છતામાં ચોથો ક્રમ ગુજરાત રાજ્યમાં નંબર આવેલ છે જો કે, મોરબી શહેરમાં સફાઈ બાબતે તો સફાઈ ક્યાં થાય છે. કેવી થાય છે. તે લોકો જાણે જ છે અને ગટરની તો વાત જ ના કરો જો પંદર દિવસે એક વાર ના ઉભરાય તો આ મોરબીની ગટર ના કહેવાય તેવું ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતિભાઈએ જણાવ્યુ છે વધુમાં તેઓએ કહ્યું છે કે, મોરબીના સનાળા રોડ પર આવેલ શુભ હોટેલ પાછળ આવેલ કૈલાસ એપાર્ટમેન્ટ અને રુદ્ર એપાર્ટમેન્ટની વચ્ચે છેલ્લા પંદર દિવસથી ગટર ઉભરાય છે અને લોકોને ગટરના ગંધાતા પાણીમાં મજબૂરીથી ચાલવું પડે છે. અને તંત્રને વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન દેવામાં આવતું નથી જેથી કરીને મુખ્યમંત્રીને આ મુદે કાંતિભાઈ બાવરવા દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને જો તાત્કાલિક આ મુદે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચીંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ ઉચ્ચારી છે
