મોરબીના શનાળા રોડ ઉપરથી ગટરની ગંદકી દૂર કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત !
માળિયા તાલુકાના મેઘપર ગામ મળી આવેલ ત્યજી દેવાયેલ બાળકીને રાજકોટ ખસેડાઇ
SHARE







માળિયા તાલુકાના મેઘપર ગામ મળી આવેલ ત્યજી દેવાયેલ બાળકીને રાજકોટ ખસેડાઇ
મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના મેઘપર ગામે બાવળની કાંટમાંથી એક ત્યજી દેવાયેલ નવજાત બાળકી મળી આવી હતી જેથી ગ્રામજનો દ્વારા જાણ થતાં સરપંચે માળીયા પોલીસને જાણ કરી હતી પોલીસે સેવાભાવી સંસ્થાઓની મહિલાઓને સાથે રાખીને બાળકીને સારવાર માટે મોરબી સિવિલે ખસેડી હતી અહીં સમાજ સુરક્ષા વિભાગના અધિકારીને જાણ કરીને બાળકીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
માળિયાના મેઘપર ગામ બાવળમાંથી ત્યજી દેવાયેલી હાલતમાં એક નવજાત બાળકી મળી આવી હતી જેથી ગામના સરપંચે બનાવની જાણ કરતા માળીયા પોલીસ સ્ટાફ સ્થળે દોડી ગયો હતો અને સમાજસેવી સંસ્થાની બહેનોની મદદથી નવજાત બાળકીને સારવાર માટે ત્યાંના પીએચસી ખાતે અને બાદમાં મોરબી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી ત્યાં પ્રાથમીક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયેલ છે.
બનાવને પગલે માળીયા મીંયાણા પોલીસ મથકના ગીરીશભાઈ મારૂણીયા તથા સ્ટાફ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો હતો અને અહીં સમાજ સુરક્ષા વિભાગના રંજનબેન મકવાણાને પણ જાણ કરવામાં આવી હતી જેથી કરીને રંજનબેન મકવાણા તેમજ સમાજ સેવી સંસ્થાની બહેનો અને પોલીસ દ્વારા મોરબી ખાતેથી વધુ સારવાર અર્થે બાળકીને હાલ રાજકોટ લઇ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.ત્યાં બાળકીનું મેડીકલ ચેકઅપ કરાશે અને જો તેની હાલત યોગ્ય હશે તો તેણીને બાળ સુરક્ષા ગૃહમાં મુકવામાં આવશે જોકે અહીં મોરબી જીલ્લામાં આ પ્રકારની સુવિધા જિલ્લો બન્યા બાદ છ વર્ષે પણ ન હોય મળી આવેલ બાળકીને રાજકોટ, સુરેન્દ્રનગર અથવા તો જામનગરના બાળ સુરક્ષા ગૃહમાં મુકવામાં આવશે તેવું હાલ સુત્રોમાંથી જાણવા મળેલ છે અને નવજાત બાળકીને તરછોડી દેનાર નિષ્ઠુર જનેતા વિરુદ્ધ લોકો ફીટકાર વર્ષાવી રહ્યા છે તેમજ માળીયા પોલીસે અજાણી મહીલા સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરેલ છે.
