મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

હળવદના કેદારીયા ગામના પાટીયા પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત: સરા ચોકડી પાસેથી બાઈકની ચોરી


SHARE



































હળવદના કેદારીયા ગામના પાટીયા પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત

હળવદ તાલુકાના કેદારીયા ગામના પાટીયા પાસેથી બાઈક લઈને પસાર થયેલ યુવાનના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં યુવાનને ગંભીર ઇજાઓ થયેલ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા અરવિંદભાઈ કાનજીભાઈ પરોઢા (35)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર એમએચ 14 એફએક્સ 1925 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેના મોટાભાઈ રસિકભાઈ કાનજીભાઈ પરોઢા બાઈક નંબર જીજે 13 એચએચ 6166 લઈને કેદારીયા ગામના પાટીયા પાસેથી પસાર કરી હતા ત્યારે આરોપીએ તેઓના બાઈકને કારથી હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈ રસિકભાઈને માથા, પગ અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

સરા ચોકડી પાસેથી બાઈકની ચોરી

હળવદના સરા રોડ ઉપર આવેલ આનંદ પાર્ક-2 નાલંદા સ્કૂલની બાજુમાં રહેતા હસમુખભાઈ વિઠ્ઠલભાઈ વરમોરા (49)એ પોતાનું બાઈક નંબર જીજે 13 એએમ 1187 સરા ચોકડી પાસે આવેલ ક્રોસ રોડ હોટલ તથા સેન્ટ્રલ પોઇન્ટ હોટલની વચ્ચેની ગલીમાં પાર્ક કરીને મૂક્યું હતું જે 20,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે વાહન ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની રાબેતા મુજબની છે


















Latest News