મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમીએ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન
SHARE






મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમીએ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન
મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના પાવન પર્વ નિમિતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને તે દિવસે મહાઆરતી, ફરાળ મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાશે.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લા દ્વારા તા.૬ ને રવિવારના રોજ સનાતન હિન્દુ ધર્મનાં આરાધ્ય દેવ પ્રભુ શ્રીરામ ના જન્મોત્સવ નિમિતે શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત બપોરે ૧૧ કલાક થી પ્રભુ શ્રી રામનો પ્રાગટ્યોત્સવ, બપોરે ૧૨ કલાકે મહાઆરતી ત્યારબાદ ફરાળ મહાપ્રસાદનું અનેરુ આયોજન કરવામાં આવેલ છે. શહેરના દરેક રામભક્તોને પધારવા, મહાઆરતી તેમજ ફરાળ મહાપ્રસાદનો લાભ લેવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લાના અધ્યક્ષ સી.ડી.રામાવત, ઉપાધ્યક્ષ પ્રતાપભાઈ ચગ તથા શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણીએ નિમંત્રણ પાઠવેલ છે.

