માળીયા (મી)ના હરીપર નજીક કાર ચાલકે એરફોર્સના વાહને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત: બે જવાનોને ઇજા થતાં સારવારમાં
SHARE






માળીયા (મી)ના હરીપર નજીક કાર ચાલકે એરફોર્સના વાહને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત: બે જવાનોને ઇજા થતાં સારવારમાં
માળીયા (મી)-કચ્છ હાઇવે રોડ ઉપર હરીપર ગામની ગોળાઈ પાસેથી એરફોર્સનું સરકારી વાહન પસાર થઈ રહ્યું હતું દરમિયાન સ્વિફ્ટ ગાડીના ચાલકે તેને પાછળથી ઠોકર મારતા એરફોર્સનું વાહન રોડ સાઈડમાં ઉભેલા ડમ્પરની પાછળના ભાગમાં અથડાયુ હતું જેથી એરફોર્સના વાહનમાં બેઠેલા બે જવાનોને ઇજાઓ થઈ હોવાથી તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં આ બનાવ સંદર્ભે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના રહેવાસી અને હાલ ગાંધીનગર કલોલ ખાતે 47 એસ.યુ. વડસર યુનિટમાં રહેતા રાજેન્દ્ર નવનીત પાટીલ (26)એ સ્વિફ્ટ કાર નંબર જીજે 12 એફબી 4077 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છેકે, માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર હરીપર ગામની ગોળાઈ પાસેથી એરફોર્સનું સરકારી વાહન ટાટા કંપનીનું XENON DLC મોડલની ફોરવ્હીલ ગાડી નં.17C 104752K ની પાછળના ભાગમાં આરોપીએ તેના હવાલા વાળી કાર અથડાવી હતી જેથી કરીને એરફોર્સનું વાહન રોડ સાઈડમાં ઉભેલા ડમ્પર નંબર જીજે 12 બિઝેડ 9164 ની પાછળના ભાગે અથડાયું હતું જેથી કરીને એરફોર્સની ગાડીમાં બેઠેલ ટીકુકુમાર ભોજપાલસિંહ જાટને મોઢા, ડાબી આંખ ઉપર અને ગાલના ભાગે ઇજા થઈ હતી તથા માનસકુમાર રામદેવ તિવારીને જમણા હાથના અંગૂઠામાં ઇજાઓ થયેલ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

