મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી: સંત સુરદાસ યોજના-દિવ્યાંગ લગ્ન સહાયની યોજનામાં સુધારો, પાત્રતા-સહાયમાં વધારો


SHARE







મોરબી: સંત સુરદાસ યોજના-દિવ્યાંગ લગ્ન સહાયની યોજનામાં સુધારો, પાત્રતા-સહાયમાં વધારો

ગુજરાત રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા દિવ્યાંગ લગ્નસહાય યોજના અમલમાં છે. દિવ્યાંગ થી દિવ્યાંગ વ્યક્તિ  લગ્ન કરે તો દંપતી ને (રૂ.૭૫,૦૦૦/- + રૂ.૭૫,૦૦૦/-) રૂપિયા ૧,૫૦,૦૦૦/- અને દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિ લગ્ન કરે તો દિવ્યાંગ વ્યક્તિને રૂ.૭૫,૦૦૦/- સહાય મળવાપાત્ર છે.સંતસુરદાસ યોજનામાં ૮૦% કે તેથી વધુ ટકાવારી ધરાવતા લાભાર્થીને નાણાકીય સહાય માટેની યોજના અમલી હતી. જેમાં સુધારો કરતા હવે સંતસુરદાસ યોજનામાં ૬૦% કે તેથી વધુ ટકાવારી ધરાવતા  દિવ્યાંગ વ્યક્તિઓને પ્રતિ માસ રૂ.૧,૦૦૦/- સહાય મળવાપાત્ર છે.

દિવ્યાંગ લગ્નસહાય અને સંતસુરદાસ યોજનાનો લાભ મેળવવા https://esamajkalyan.gujarat.gov.in (ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ) પર ઓનલાઈન અરજી કરવી આ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી-મોરબી રૂમ નં.૫/૯, ગ્રાઉન્ડ ફ્લોર, નવા જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી-૨, ફોન નં. ૦૨૮૨૨ ૨૪૨૫૩૩ પર સંપર્ક કરવા મોરબી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે




Latest News