મોરબી: સંત સુરદાસ યોજના-દિવ્યાંગ લગ્ન સહાયની યોજનામાં સુધારો, પાત્રતા-સહાયમાં વધારો
મોરબી જિલ્લામાં ભાજપના જુદાજુદા પાંચ મંડલોમાં મહામંત્રીઓ, ઉપપ્રમુખો, મંત્રીઓ અને કોષાધ્યક્ષ વરણી કરાઇ
SHARE






મોરબી જિલ્લામાં ભાજપના જુદાજુદા પાંચ મંડલોમાં મહામંત્રીઓ, ઉપપ્રમુખો, મંત્રીઓ અને કોષાધ્યક્ષ વરણી કરાઇ
મોરબી જીલ્લામાં જુદાજુદા મંડલોના પ્રમુખના નામ પહેલા જાહેર કરવામાં આવ્યા હતા ત્યાર બાદ ભાજપના પ્રદેશ મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપના પ્રભારી હિતેષભાઈ ચૌધરી તેમજ સ્થાનિક મંડલ સાથે ચર્ચા કર્યા બાદ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ જિલ્લાના પાંચ મંડલની ટિમ જાહેર કરેલ છે.
મોરબી શહેર ભાજપ પ્રમુખ પાસે રિશીપભાઈ કૈલાની પહેલા વરણી કરી હતી ત્યારે મહામંત્રી પદે ભૂપતભાઈ જારીયા અને ભાવેશભાઈ કંઝારીયા, ઉપપ્રમુખમાં અજયભાઈ કોટક, મહેશભાઈ ભોજાણી, માવજીભાઈ કંઝારીયા, બ્રિજેશભાઈ કુંભારવાડીયા, આરતીબા રાણા અને કેયૂરભાઈ પંડ્યા, મંત્રી પદે ચંપકસિંહ રાણા, વૈશાલીબેન શાહ, કિરણભાઈ મહેશ્વરી, ચંદ્રિકાબેન પલાણ, ભાનુબેન નગવાડિયા અને ચંદ્રિકાબેન સોલંકી તેમજ કોષાધ્યક્ષ તરીકે હર્ષદભાઈ વામજાની વરણી કરી છે.
મોરબી તાલુકા ભાજપના પ્રમુખ તરીકે વિશાલભાઈ ઘોડાસરાની પહેલા વરણી કરવામાં આવી હતી ત્યાર બાદ હવે મહામંત્રી પદે સવજીભાઈ સુરાણી અને રવિભાઈ રબારી, ઉપપ્રમુખ પદે જયંતીભાઈ ચાપાણી, નિતેશભાઈ બાવરવા, મેરામભાઈ રાઠોડ, રાજમહેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા, મયુરભાઈ સવસાણી અને જ્યોત્સનાબેન વિનોદભાઈ પરેચા, મંત્રી પદે ગીતાબેન પરમાર, દિગ્વિજયસિંહ જાડેજા, મોહિતભાઈ કાસુન્દ્રા, હંસાબેન દિલીપભાઈ સુરેલા, રીટાબેન અરવિંદભાઈ કાવર અને નૈમિષભાઈ વાહનેચીયા તેમજ કોષાધ્યક્ષ તરીકે આરતીબેન નરેન્દ્રભાઈ ગોહેલની વરણી કરી છે.
હળવદ શહેર ભાજપના પ્રમુખ પદે તપનભાઈ દવેની પહેલા વરણી કરેલ હતી ત્યાર બાદ મહામંત્રી પદે ડો. અનિલભાઈ પટેલ અને અમૃતભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ પદે ગીરીશભાઈ પરમાર, જતીનભાઈ રાવલ, અનસોયાબેન દેથરીયા, હરેન્દ્રસિંહ પરમાર, સનીભાઈ ઠક્કર અને જાગુબેન લક્ષ્મણભાઈ કોળી, મંત્રી પદે પારૂલબેન બી. પરીખ. મહેશભાઈ નાડોદા, જીગ્નેશભાઈ રબારી, અનિતાબેન આર. ગોસાઈ, વિરેન્દ્રભાઈ દેવશીભાઈ સરૈયા અને જ્યોત્સનાબેન હરીભાઈ ઝાલા તેમજ કોષાધ્યક્ષ તરીકે મહેશભાઈ તારબૂંદિયાની વરણી કરી છે.
હળવદ તાલુકા ભાજપના પ્રમુખ પદે ભરતભાઈ દલવાડીની વરણી પહેલા કરવામાં આવી હતી ત્યાર બાદ હવે મહામંત્રી પદે મગનભાઈ તેજાભાઈ સીતાપરા (કોળી) અને ડો. કિશોરભાઈ એમ. કવાડીયા, ઉપપ્રમુખ પદે સવાભાઈ બચુભાઈ ડાંગર (આહીર), મહાદેવભાઈ લક્ષ્મણભાઈ મારવણીયા, ઉપેન્દ્રસિંહ કિશોરસિંહ ઝાલા, દિલીપભાઈ પથુભાઈ પઢીયાર, જગદીશભાઈ બેચરભાઈ કાચરોલા અને હસમુખભાઈ રતીલાલ બાપોદરીયા, મંત્રી તરીકે જશુબેન નારાયણભાઈ દલવાડી, સુરેશભાઈ ઠાકરશીભાઈ કોળી, ગીતાબેન હેમુભાઈ રબારી, સુનિતાબેન રણજીતભાઈ સુરેલા, મનસુખભાઈ ઉકાભાઈ રાઠોડ અને નીરુબેન કાંતિલાલ વસાવાની તેમજ કોષાધ્યક્ષ તરીકે ગૌરીબેન ખેંગારભાઈ ભરવાડની વરણી કરી છે.
માળિયા (મી) તાલુકા ભાજપના પ્રમુખ પદે રાજેશભાઈ હુંબલની પહેલા વરણી કરી હતી ત્યાર બાદ હવે મહામંત્રી પદે મનિષભાઈ એ. કાંજીયા અને ધ્રુવરાજસિંહ ડી. જાડેજા, ઉપપ્રમુખ પદે ભાવિકભાઈ એમ. કાવર, નિલેશભાઈ સી. સંઘાણી, વિજયભાઈ ડી. હુંબલ, કાળીબેન નવઘણભાઈ વકાતર, જયદિપભાઈ પી. ઓડિયા અને હસમુખભાઈ સી. ધુમલીયા, નિયુક્તિ કરાઈ છે. મંત્રી પદે જલાભાઈ મુળુભાઈ કાનગઢ, આશાબેન વિપુલભાઈ ડાભી, અરવિંદભાઈ વશરામભાઈ રાઠોડ, હંસાબેન વિનોદભાઈ પરમાર, લીલાબેન દેવદાનભાઈ લોલાડીયા અને ઈન્દુબેન ઘનશ્યામભાઈ ગઢિયા તેમજ કોષાધ્યક્ષ તરીકે વિપુલભાઈ એ. વિડજાની વરણી કરેલ છે.

