મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામથી સગીરાનું અપહરણ કરનાર આરોપીની સુરતથી ધરપકડ


SHARE





મોરબી તાલુકામથી સગીરાનું અપહરણ કરનાર આરોપીની સુરતથી ધરપકડ

મોરબી તાલુકાના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામિક કારખાનામાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જે ભોગબનનારને તાલુકા પોલીસ શોધી કાઢેલ છે અને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોકસો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાયેલ હતી જેમાં ફરિયાદી જણાવ્યુ હતું કે, બનાવ તા-૦૨/૦૨/૨૦૨૫ ના બપોરના સમયે લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામિક કારખાનામાં બનેલ છે.આ ગુન્હો તા.૨૯/૦૩/૨૦૨૫ ના કલાક ૨૦/૨૩ વાગ્યે જાહેર થયેલ હતો અને આરોપીએ સાહીલ દયારામ ફરીયાદીની સગીરવયની દિકરીને લલચાવી ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયો હતો જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા. અને તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ દ્વારા જુદીજુદી ટીમો બનાવીને ભોગબનનારને શોધવા અને આઓરપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી તેવામાં હરદિપસિંહ ઝાલા, કુલદિપભાઇ કાનગડ તથા હરવિજયસિંહ ઝાલાએ ટેકનીકલ વર્ક તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવીને ભોગબનનાર તથા આરોપીને સુરત શહેર પાંડેસરા ગુ.હા.બોર્ડ ઉમીયા રેસીડેન્સી ખાતેથી શોધી કાઢ્યા હતા અને આરોપી સાહુલ ઉફે સાહિલ દયારામ લોદી (૨૦) રહે. બડેગાવ મશરીયા થાના ગાજીપુર જીલ્લો ફતેપુર ઉતરપ્રદેશ વાળાની ધરપકડ કરેલ છે અને સગીરાને તેના માતા પિતાને સોંપી દેવામાં આવેલ છે 




Latest News