મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી ભારત વિકાસ પરિષદ શાખાની સાધારણ સભા-પદગ્રહણ સમારોહ યોજાયો


SHARE



































મોરબી ભારત વિકાસ પરિષદ શાખાની સાધારણ સભા-પદગ્રહણ સમારોહ યોજાયો

મોરબી ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વાર્ષિક સાધારણ સભા, નવા પદાધિકારીઓનો પદગ્રહણ સમારોહ અને પારિવારિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ મોરબીના ઈડન હિલ્સ ખાતે યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે મોરબી સિરામિક એસો. વોલ ટાઈલ્સ ડિવિઝનનાં પ્રમુખ હરેશભાઈ બોપલિયા તથા આરએસએસ રાજકોટ વિભાગ ધર્મ જાગરણના સહસંયોજક જસ્મિનભાઈ હિંસુ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમની શરૂઆત વંદે માતરમનું સામૂહિક ગાન કરીને કરવામાં આવી હતી અને ત્યાર બાદ  અધ્યક્ષ ડો.જયેશભાઈ પનારાએ પોતાના કાર્યકાળનો પ્રતિભાવ રજૂ કર્યો હતો. અને બાદમાં ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતનાં કોષાધ્યક્ષ ડો. જયેશભાઈ પનારા દ્વારા વર્ષ 2025-26 નાં નવાં પદાધિકારીઓની ઘોષણા કરીને શપથવિધિ કરાવામાં આવી હતી જેમાં હિંમતભાઈ મારવણિયાને અધ્યક્ષ, ધ્રુમિલભાઈ આડેસરાને સચિવ અને હિરેનભાઈ ધોરિયાણીને કોષાધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા હતા. આ ઉપરાંત પણ દરેક પ્રકલ્પો માટે સંયોજક અને સહસંયોજક નિમવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. અને કાર્યક્રમને સફળ બનાવવા માટે કૌશિકભાઈ અઘારા અને અન્ય કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.


















Latest News